તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહામારી કાબૂમાં:પાટણ જિલ્લામાં એક અઠવાડિયાથી એક પણ કોરોનાનો કેસ નહીં, કુલ આંકડો 10,660 પર પહોંચ્યો

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયા થી કોરોનાનો એક પણ નવો કેસ ન નોંધાતાં તંત્ર અને જિલ્લા વાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે .જોકે , જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 10 હજાર 660 પર પહોંચ્યો છે.

પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે પાટણ જિલ્લામાં છેલ્લા 7 દિવસ થી એકપણ કેસ નોંધાયો નથી જ્યારે આજે શનિવારે પણ એક પણ નવો કેસ ના નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે . હાલમાં 03 દર્દીઓ હોમ આઇસોલેસનમાં છે. તો 743 દર્દીઓના સેમ્પલ પેન્ડિગ છે. તો કોરોનાની સારવાર દરમિયાન અત્યાર સુધી 109 દર્દીઓના મોત નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...