તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પાટણ જિલ્લામાં આજે એક પણ કોરોનાનો કેસ નહીં, 10 લોકો સ્વસ્થ બન્યા

પાટણ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કુલ કેસનો આંકડો 10,654 પર પહોંચ્યો
  • અઠવાડિયાના ટૂંકા ગાળામાં 31,133 યુવાનોએ રસીનો પ્રથમ ડોઝ લીધો

પાટણ જિલ્લામાં શુક્રવારે કોરોના પોઝિટિવનો એક પણ કેસ ના નોંધતા જિલ્લા વાસીઓએ રાહત અનુભવી હતી. તો જિલ્લાનો કુલ આંક 10,654 પર પહોંચ્યો છે. તો 10 સંક્રમિત દર્દીઓ સ્વસ્થ બન્યા છે.

19 દર્દીઓ હાલમાં હોમ આઈસોલેશન હેઠળ
જિલ્લામાં અત્યાર સુધી કોરોનાથી કુલ 108 લોકોનાં મોત નિપજ્યા છે. અને 19 દર્દીઓ હાલમાં હોમ આઈસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યાં છે. તો 1123 દર્દીઓનાં સેમ્પલ પેન્ડીગ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. શુક્રવારે પાટણ જિલ્લામાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. જિલ્લામાં કુલ પોઝિટિવ કેસોનો આંકડો 10,654 ઉપર પહોંચ્યો છે.

કોરોના પ્રતિરોધક રસી લેવા માટે યુવાનોનો અદમ્ય ઉત્સાહ, અઠવાડિયામાં 31,133ને રસીકરણ
વડિલો પાસેથી જવાબદારીના પાઠ ભણતા યુવાનોએ પોતાને તથા સમાજને સ્વસ્થ રાખવાની નેમ સાથે રસીકરણ માટે અદમ્ય ઉત્સાહ દર્શાવ્યો છે. પરિણામે માત્ર એક અઠવાડિયાના ટૂંકા ગાળામાં પાટણ જિલ્લાના 18થી 44 વર્ષની ઉંમર ધરાવતા 31000 કરતાં વધુ યુવાનોએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે.

એક તરફ ગ્રામ્ય વિસ્તારોમાં 45 વર્ષથી વધુ ઉંમર ધરાવતા નાગરિકો રસીકરણ અંગેની ભ્રામક માન્યતાઓને હકીકત માની રસીકરણ માટે ઈનકાર કરી રહ્યાં છે. ત્યારે માત્ર એક જ અઠવાડિયાના ટૂંકા ગાળામાં 18 થી 44 વર્ષની વયજૂથના 31133 યુવાનો રસીનો પ્રથમ ડોઝ લઈ ચુક્યા છે.

અન્ય સમાચારો પણ છે...