તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પહેલેથી કોરોનામુક્ત ગામ:પાટણના સરસ્વતી તાલુકાના ઉટવાડામાં આજસુધી કોરોનાનો એકપણ કેસ નહીં, ગામલોકો માસ્ક-સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે છે

નાયતા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
સરસ્વતી તાલુકાનું છેવાડાના ઉટવાડા ગામમાં દિવસે પણ અવરજવર ઓછી રહે છે. - Divya Bhaskar
સરસ્વતી તાલુકાનું છેવાડાના ઉટવાડા ગામમાં દિવસે પણ અવરજવર ઓછી રહે છે.
 • ગામલોકો બિનજરૂરી બહાર નીકળતા નથી

સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જેમાં પાટણ જિલ્લાના કોઈ ગામ કે તાલુકો બાકાત નથી પરંતું કેટલાક ગામોમાં વહીવટી તંત્ર અને સરકાર દ્રારા બહાર પાડવામાં આવતી ગાઈડ લાઈનનું ચુસ્ત પણે પાલન કરવાથી કોરોનાની એન્ટ્રી થઈ નથી તેવું એક ગામ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાનું છેવાડાનું ગામ ઉંટવાડા છે. આ ગામમાં આજ દિન સુધી કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.

મોટાભાગના લોકો ખેતરમાં વસે છે
ઉટવાડા ૨૭૦૦ જેટલી વસ્તી ધરાવતું ગામ છે. ગામના મોટાભાગના લોકો ખેતરોમાં વસવાટ કરે છે. કોરોના વાયરસ મહામારીમાં એક સંપ થઈ નિયમોનું પાલન કરી આજ દિન સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી તેનું કારણ એ છે કે ગામમાં લોકો દૂધ ભરાવવા કે અન્ય વસ્તુની ખરીદી કરવા જાય છે ત્યારે ફરજીયાત માસ્કનો ઉપયોગ કરી ઘરની બહાર નીકળે છે તેવું ગામના સરપંચ ગણેશજી ઠાકોરે જણાવ્યું હતું.

દુકાનોમાં દોરી બાંધી સોશિયલ ડિસ્ટન્સિંગ રખાય છે
ગામલોકોને જણાવા મુજબ અમારા ગામ કોરોના સંક્રમણમાં ન આવે તે માટે અગત્યના કામ સિવાય ગામના લોકો ઘરની બહાર નીકળતા નથી તેમજ ગામમાં કરિયાણાની દુકાનો, અનાજ દળવાની ઘંટી, દૂધ ડેરીએ તેમ દરેક જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે દોરી બાંધી પાલન કરવામાં આવે છે. લોકો ઘરની બહાર નીકળે ત્યારે ફરજિયાત માસ્ક પહેરે છે અને સાવચેતી રાખે છે.ગામને મોટો ફાયદો એટલે છે કે ગામના મોટાભાગના લોકો ખેતરોમાં વસવાટ કરે છે. જેથી સવાર-સાંજ લોકો ગામમાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો