રાજ્ય સરકાર પર પ્રહાર:ગુજરાતમાં 11 લાખ નહિ પરંતુ 40 લાખ બેરોજગાર છે : ડૉ. રઘુ શર્મા

પાટણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાનના આરોગ્ય મંત્રી અને ગુજરાત પ્રભારીના રાજ્ય સરકાર પર પ્રહાર
  • પાટણ ખાતેના જનજાગરણ અભિયાનમાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા

પાટણમાં સોમવારે જિલ્લા કોંગ્રેસ દ્વારા રાજસ્થાનના આરોગ્ય મંત્રી અને ગુજરાત પ્રભારી ડૉ. રઘુ શર્માના અધ્યક્ષ સ્થાને જનજાગરણ અભિયાન અંતર્ગત સ્નેહમિલન અને કોંગ્રેસના કાર્યકરોનું સંમેલન યોજાયું હતું. જેમાં કોંગ્રેસના મંત્રીએ ગુજરાતમાં સરકાર નિષફળ ગઈ હોઈ બદલવી પડી હોવાના આક્ષેપ કર્યા હતાં. પ્રદેશ પ્રભારી સહિતના નેતાઓ દ્વારા આગામી ચૂંટણીમાં જનતાને જાગૃત કરી ફરી કોંગ્રેસને જીતાડવા સંકલ્પ સાથે રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલની સરકારને રબર સ્ટેમ્પની સરકાર ગણાવી અટલ બિહારી, સી.આર. પાટીલ તેમજ અમિત શાહ સહિતના મંત્રીઓ પર આકરા પ્રહાર કર્યા હતા.

કાર્યક્રમમાં સંબોધન કરતા રાજસ્થાનના આરોગ્ય મંત્રી ડૉ. રઘુ શર્માએ જણાવ્યું હતું કે ગુજરાતમાં 2017માં બનેલ સરકાર છેલ્લા ચાર વર્ષમાં નિષફળ ગઈ હોઈ પ્રજાના કામો ન કરી શકતા ચૂંટણી પૂર્વે એક વર્ષ માટે આખી સરકાર બદલવી પડી હોઈ તેવી મારા રાજકારણ સમયગાળામાં સૌપ્રથમ ઘટના છે. રાજ્યમાં 11 લાખ નહિ પરંતુ 40 લાખ બેરોજગાર છે.

કાર્યક્રમમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ગુજરાત પ્રદેશ પ્રભારી જીતેન્દ્ર બગેલ, પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર, રાજુભાઈ પરમાર, જિલ્લા પ્રમુખ શંકરજી ઠાકોર ધારાસભ્ય કીરીટ પટેલ ચંદનજી ઠાકોર અને પ્રભુભાઇ દેસાઇ સહિતના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...