ચકાસણી:ઉત્તર ગુજરાત યુનિવર્સિટી OMR સીટ ચકાસણી માટે એજન્સીને આપવાના બદલે પરીક્ષા વિભાગમાં જ બોલાવીને ચકાસણી કરાવશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી 20 સપ્ટેથી 7 ઓક્ટોમ્બર દરમિયાન 3 તબક્કામાં પરીક્ષા લેવાશે

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા કોરોના મહામારીમાં ઓનલાઇન પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ટેકનીકલ ખામીઓ તેમજ અન્ય કોઇ કારણોસર વિદ્યાર્થીઓ નપાસ થયા હોય તેમની ફરીથી ઓફલાઈન રીતે એમ.સી.ક્યુ પદ્ધતિથી ઓ.એમ.આર શીટ થી આગામી 20 સપ્ટેમ્બરથી 7 ઓકટોબર દરમિયાન ત્રણ તબક્કામાં 50થી વધુ પરીક્ષાઓ લેવામાં આવનાર છે. આ પરીક્ષાઓની પારદર્શકતા જાળવવા માટે યુનિવર્સિટી દ્વારા તમામ વિદ્યાર્થીઓની ઓ.એમ.આર શીટ યુનિમાં જ એજન્સીને બોલાવીને ચકાસણી કરવામાં આવશે.

યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પરીક્ષામાં નપાસ થયેલા વિદ્યાર્થીઓની ફરી પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આગામી 20 સપ્ટેમ્બરથી સ્નાતક સેમ 6 અને અનુસ્નાતક 2 અને 4ની 23 પરીક્ષાઓ કોલેજોમાં ઓફલાઇન રીતે એમ.સી.કયું પદ્ધતિથી ઓ.એમ.આર સીટથી લેવામાં આવનાર છે.

આગામી 28 સપ્ટેમ્બર થી રિપીટર સ્નાતક અને અનુસ્નાતકની 32 પરીક્ષાઓ લેવામાં આવશે. માર્ચ જૂન 2021 માં સ્નાતક કક્ષાની સેમ 1 ,3 અને 5 અને અનુસ્નાતક સેમ 3ની પૂરક પરીક્ષાઓ 7 ઓક્ટોમ્બરથી લેવામાં આવનાર છે. ત્રણ તબક્કામાં પરીક્ષા લેવામાં આવનાર છે.જેમાં અંદાજે 50 હજાર જેટલા છાત્રોની ઓ.એમ.આર સીટથી પરીક્ષાઓ લેવામાં આવનાર છે.

OMR સીટ એજન્સીને આપવાના બદલે કેમ્પસમાં બોલાવીને ચકાસણી કરાશે: પરીક્ષા નિયામક

પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ જણાવ્યું હતું કે, સીટ ચકાસણી માટે ખૂબ જ તકેદારીની જરૂર હોય છે વિદ્યાર્થીઓને માર્કિંગ મળવામાં કોઈ ભૂલ ન થાય અને યોગ્ય ચકાસણી થાય, પરીક્ષાની પારદર્શિતા જળવાઈ રહે તે માટે એજન્સીને આપવાના બદલે તમામ સીટ પરીક્ષા પૂર્ણ થતાં એજ દિવસે યુનિમાં એકત્ર કરીને તેની ચકાસણી માટે એજન્સીના માણસોને બોલાવવામાંઆવશે.નિરીક્ષકની હાજરીમાં જ શીટ ચકાસવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...