શિક્ષણ:ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ત્રણ વર્ષમાં દર ત્રણ દિવસે એક આરટીઆઇ આવી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • વિદ્યાર્થીઓ પણ માહિતી માટે આરટીઆઈનો ઉપયોગ કરી માહિતી માંગી રહ્યા છે
  • 427 આરટીઆઇ આવી, 50 ટકા અરજીઓમાં વહીવટ બાબતની માહિતી મંગાઈ

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં સ્પેશયલ કાર્યરત આરટીઆઇ સેલમાં છેલ્લા ત્રણ વર્ષમાં 427 અરજદારોએ આરટીઆઈ મારફતે વિવિધ બાબતોની યુનિવર્સિટી પાસે માહિતી માંગવામાં આવી છે. જેમાં સૌથી વધુ માહિતીઓ વહીવટી બાબતે માંગવામાં આવેલ છે. યુનિવર્સિટીમાં થતાં વહીવટી નિર્ણય, ભરતી તેમજ પરીક્ષા વિભાગ અને કર્મચારીઓના શિક્ષણ અને પગાર અંગેની લોકો માહિતી મેળવવા માટે આર.ટી.આઈનો ખૂબ સારો ઉપયોગ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.

વહીવટી ભવનમાં કાર્યરત આર.ટી.આઈ સેલમાં ઢગલાબંધ આર.ટી.આઈ અરજદારો આપતા કર્મચારીઓ માહિતીઓ એકત્ર કરવામાં ગોથે ચડી રહ્યા છે. મોટા ભાગે યુનિ.માં ઇસી બેઠકમાં થતા નિર્ણય, ટેન્ડર પ્રકિયા અને વહીવટી નિર્ણય સાથે પરીક્ષા વિભાગની માહિતીઓ મેળવવા માટે વધુ આર.ટી.આઈ કરી રહ્યા છે. 2017માં સેલ કાર્યરત થયા બાદ વર્ષ 2020 સુધીના 3 વર્ષના સમયગાળામાં જ 427 અરજદારોએ યુનિ.માં માહિતી મેળવવા માટે આર.ટી.આઈ કરવામાં આવી છે.

90 % અરજદારોને માહિતીથી સંતોષ, 10 ટકા અપીલમાં ગયા
યુનિવર્સિટી આરટીઆઇ સેલ દ્વારા 90 ટકા અરજદારોને માહિતી સંતોષકારક રીતે પૂરી પાડવામાં આવી છે. જેમને સંતોષકારક માહિતી ન મળે તે અરજદાર અપીલમાં જાય છે. જેમને કુલપતિની રૂબરૂમાં બોલાવી જે તે વિભાગની માહિતીઓ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 10 ટકા આસપાસ લોકો જ અપીલ કરી છે. જેમને પણ નિયમ અનુસાર માહિતી પૂરી પાડવામાં આવતી હોય છે. તેવું રજિસ્ટ્રાર ડૉ.ડી.એમ.પટેલ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...