તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુણ સુધારણા કૌભાંડ:ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં થયેલી ગેરરીતિનો રિપોર્ટ, ઉત્તરવહીઓ અને પુરાવા સાથે સીલ કરવામાં આવ્યા, NSUIએ કુલપતિ પર નકલી નોટો ફેંકી

પાટણ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
વિરોધ પ્રદર્શન અને નકલી નોટો ફેંકી રહેલા NSUIના કાર્યકરો - Divya Bhaskar
વિરોધ પ્રદર્શન અને નકલી નોટો ફેંકી રહેલા NSUIના કાર્યકરો
 • કેસો વધતાં પી.જી સેમ-1ના 16 અભ્યાસક્રમની ઓફલાઈન પરીક્ષાઓ મોકૂફ
 • NSUI દ્વારા પૈસા લીધા હોવાના આરોપ કરી કુલપતિ પર નકલી નોટો ફેંકી

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં એમી.બી.બી.એસના રિએસેસમેન્ટ કૌભાંડ મામલે ઇસી બેઠકમાં રિએસેસમેન્ટ ગેરરીતિનો રિપોર્ટ સાથે ઉત્તરવહીઓ અને અન્ય પુરાવા ઇસી સભ્યોની હાજરીમાં સીલ કરી મારી ચેમ્બરના એક ખાનામાં મૂકી દેવાયા છે.આ બાબતે તપાસ માટે સચિવ આવશે તેવું રજિસ્ટ્રાર ડૉ.ડી.એમ.પટેલે જણાવ્યું છે. સોમવારે આવે કે ત્યારબાદ આવે તે કોઈ સૂચન કર્યું નથી.પણ આવવાના છે. કૌભાંડ મામલે એનએસયુઆઈ દ્વારા શનિવારે કુલપતિ સમક્ષ રાજીનામાંની માંગ કરી તેમણે પૈસા લીધા હોવાના આરોપ કરી તેઓ ઉપર નકલી નોટો ફેંકી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સાંજે પરીક્ષા મોકૂફ કરવાની જાહેરાત કરી
તે દરમિયાન વધતા કોરોનાના કેસોને લઇ છાત્રો સંક્રમિત થવાનો ભય હોઈ યુનિવર્સિટી દ્વારા યુ.જીની પરીક્ષાઓ હાલમાં ન લઇ ફક્ત પી.જી.ના 16 અભ્યાસક્રમના સેમેસ્ટર 1 ની આગામી 8 એપ્રિલથી શરૂ પરીક્ષાઓ ઓનલાઇન લેવાની માંગ સાથે છાત્રો અને એનએસયુઆઇના કાર્યકરોએ વહીવટી ભવનમાં સાંજ સુધી ધરણાં કરતા સાંજે કુલપતિ દ્વારા પરીક્ષાઓ જ હાલમાં મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો.

કુલપતિએ જાળી બંધ કરી રજૂઆત સાંભળી
એનએસયુઆઇ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની આશંકાને લઇ વહીવટી ભવન પોલીસ છાવણીમાં જોવા મળ્યું હતું. પોલીસે કાર્યકરો અને છાત્રોને ભવનની બહાર જ અટકાવતા મુખ્ય ગેટ આગળ ધરણાં શરૂ કરતા અંતે કુલપતિ જાળી બંધ રાખી પોલીસની હાજરીમાં કાર્યકરોની રજુઆત સાંભળી હતી. જે દરમ્યાન કાર્યકરો દ્વારા કુલપતિ સમક્ષ રોષ ઠાલવી નકલી નોટો ફેંકી પૈસા માટે કૌભાંડ કરતા હોવાના આરોપ કર્યા હતા. જ્યાં સુધી રાજીનામું નહીં આપે ત્યાં સુધી અમારું આંદોલન વધુ ઉગ્ર બનતું જશે. સોમવારથી ભૂખ હડતાળ પર ઉતરીશું. છતાં રાજીનામું નહીં આપે તો ભગતસિંહના રસ્તે આંદોલન શરૂ કરીશું. કુલપતિએ નોટો ફેંકવાની ઘટનાને વખોડી કાઢી યુનિ.ની છબી ખરડાય તેવું કોઈ કૃત્ય ન કરવા અપીલ કરી હતી. તેમણે પોલીસ કેસ કરવાનો ઇન્કાર કર્યો હતો.

પી.જીના સેમ 1ના 16282 છાત્રોની પરીક્ષાઓ મોકૂફ
કુલપતિ ડૉ. જે.જે. વોરાએ જણાવ્યું કે, છાત્રોની ઓનલાઇન પરીક્ષા લેવાની માંગ હતી, તે મામલે પરીક્ષા નિયામક સાથે ચર્ચા કરતાં ગણતરીના દિવસો બાકી હોઈ ઓનલાઇન પરીક્ષા માટેના પેપરસેટ તૈયાર કરવા, સોફ્ટવેરની ખામીઓ, સર્વર ડાઉનના પ્રશ્નો તમામ બાબતો જોતાં હાલમાં ઓનલાઇન પરીક્ષાઓ લઈ શકાય તેમ ન હોઈ તેમજ કોરોનાના કેસો વધતા હોઈ છાત્રોની સુરક્ષાને ધ્યાને લઇ પી.જીના 16282 છાત્રોની ઓફલાઈન પરીક્ષાઓ હાલમાં મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે.આગામી સમયમાં સરકારની સૂચના અને સ્થિતિ જોયા બાદ પરીક્ષા અંગે નિર્ણય લઈશું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો