પુસ્તક ભેટ:ઉત્તર ગુજરાતનાં ઈતિહાસકાર અને સંશોધક ડૉ. ઈશ્વરભાઈ ઓઝાનાં પુસ્તકો ફતેહસિંહ રાવ લાઇબ્રેરીમાં ભેટ અપાયા

પાટણ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉત્તર ગુજરાતનાં જાણીતાં વિદ્વવાન એવાં પ્રો. ડૉ. ઈશ્વરભાઈ ગિ. ઓઝા દ્વારા તેમનાં લિખિત (1) ઉત્તર ગુજરાત ઈતિહાસ અને સંસ્કૃતિ તથા, (2) ઈતિહાસને ચરણે નામનાં બે મહાન સંશોધન ગ્રંથો શ્રીમંત ફતેહસિંહ રાવ લાઇબ્રેરીમાં અર્પણ કરવામાં આવ્યાં. ઈશ્વરભાઈ ગિ. ઓઝા એ ઉત્તર ગુજરાતનાં સમીના વતની છે. તેમણે કચ્છ, કાઠિયાવાડ અને વિસનગરમાં લગભગ 40 વર્ષ કરતાં પણ વધારે ગવર્ન્મેન્ટ કોલેજોમાં શિક્ષણ કાર્ય કરેલ છે. અનેક શોધપત્રો લગભગ 400 કરતાં પણ વધારે રજૂ કર્યા છે. 60 કરતાં પણ વધુ અભ્યાસ પુસ્તકો,50 કરતાં વધારે સંશોધન ગ્રંથો લખ્યાં છે. 250 કરતાં પણ વધારે વ્યાખ્યાનો, રેડિયો વ્યાખ્યાન અને અન્ય યુનિવર્સિટીઓમાં અભ્યાસક્રમ સમિતિઓ અને કોર્ષ વર્ગનાં વ્યાખ્યાન આપેલ છે.

ઉત્તર ગુજરાતનાં ઈતિહાસના મહાન સંશોધક અને ઈતિહાસકાર તરીકે તેમણે અનેક સંશોધનો કરેલ છે. તેમનાં વિશે ડૉ. મણિભાઈ પ્રજાપતિએ આ બંને ગ્રંથોનું સંપાદન કર્યું છે. લગભગ "ઈતિહાસ અને સંસ્કૃતિ"માં તેમણે સંશોધન લેખો અને "ઈતિહાસને ચરણે"માં લેખો તેમનાં આત્મવૃત અને અનેક વિદ્વવાનો અને તજજ્ઞોનાં લેખો છાપવામાં આવ્યાં છે. તેમનાં હાથ નીચે સંશોધન કાર્યમાં લગભગ 10 જેટલા વિદ્યાર્થીઓ પીએચ.ડી(Ph.D) થયાં છે. તેમાંના એક પ્રો. ડૉ. જી. પી. શ્રીમાળી પણ સહભાગી રહ્યાં છે.

ઈતિહાસના આ સંશોધન અને સંદર્ભ ગ્રંથો ડૉ. જી. પી. શ્રીમાળીનાં દ્વારા ઓઝાના આશીર્વાદથી લાઇબ્રેરીમાં આપવામાં આવ્યાં હતાં. આ સમયે પ્રમુખ ડૉ. સોમપુરા, માસુખભાઈ મોદી, નગીનભાઈ ડોડીયા અને કારોબારી સભ્યોશ્રી ઓ હાજર રહ્યા હતાં. આ પહેલાં પણ ડૉ. જી. પી. શ્રીમાળીએ તેમનાં લગભગ 30 જેટલાં પુસ્તકો અને વઢીયારી ઈતિહાસકાર તરીકે "ડૉ. ઈશ્વરભાઈ ઓઝા સમીકર" ઉપર એમ.ફીલ(M.Phil) વિદ્યાર્થીઓને કરાવેલ છે. જેમાં તેમનાં સંપૂર્ણ જીવન અને લેખિત કાર્ય તથા અભ્યાસક્રમમાં ઉપયોગી એવા બી.એ. સેમેસ્ટર-1 થી 6 અને એમ.એ. સેમેસ્ટર-1 થી 4 સુધીનાં અભ્યાસક્રમનાં પુસ્તકોની માહિતી આપેલ છે. ડૉ. જી. પી. શ્રીમાળી એ તેમનાં લિખિતકાર્ય ને લાઇબ્રેરીમાં આપવાનું શ્રેય પ્રાપ્ત કર્યું હતું. આ સમયે સંપાદક તરીકે ડૉ. મણિભાઈ પ્રજાપતિ અને ડૉ. સોમપુરાનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...