આક્ષેપ:ઉત્તર ગુજરાતના ખેડૂતોને લોડ સેવિંગના બહાને 4 કલાક વીજળી અપાતી નથી : ધારાસભ્ય

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉત્તર ગુજરાતના ખેડૂતોને વીજળીમાં લોડ સેવિંગના બહાને છેલ્લા પંદર દિવસથી ત્રણથી ચાર કલાક વીજળી આપવામાં આવતી નથી તેવી મુખ્યમંત્રીને પાટણના ધારાસભ્યએ રજૂઆત કરી લોડ સેવિંગના બહાને માત્ર ખેડૂતોને શા માટે પરેશાન કરવામાં આવે છે.તેવો ધારાસભ્યએ સવાલ કર્યો છે.

વીજળી કાપ મામલે પાટણના ધારાસભ્ય કીરીટ પટેલે મુખ્યમંત્રીને રજૂઆત કરી સવાલ ઉઠાવ્યો છે કે લોડ સેવિંગના બહાને માત્ર ખેડૂતોને શા માટે પરેશાન કરવામાં આવે છે? ઉદ્યોગોને શા માટે નહીં? તેમણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતના ખેડૂતોને જે વીજળી આપવામાં આવે છે તે વીજળીમાં લોડ સેવિંગના બહાને છેલ્લા પંદર દિવસથી ત્રણથી ચાર કલાક વીજળી આપવામાં આવતી નથી.

અન્ય સમાચારો પણ છે...