તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:જિલ્લા પંચાયત, નવ તાલુકા પંચાયત અને બે પાલિકા માટે આજથી ઉમેદવારી પત્રો ભરાશે

પાટણ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • કોંગ્રેસ 10 અને ભાજપ 11 ફેબ્રુઆરી પછી ઉમેદવારી ફોર્મ ભરશે

પાટણ જિલ્લા પંચાયત, નવ તાલુકા પંચાયત અને પાટણ તેમજ સિદ્ધપુર નગરપાલિકાની ચૂંટણી માટે સોમવારથી ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રારંભ થશે. 13 ફેબ્રુઆરી સુધી એટલે કે શનિવાર સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. પાટણ જિલ્લા પંચાયતની 32 બેઠક, નવ તાલુકા પંચાયતની 170 બેઠક અને પાટણ નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠક અને સિદ્ધપુર નગરપાલિકાના નવ વોર્ડની 36 બેઠકો માટે 28 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી માટે આખરી તૈયારીઓ કરી દીધી છે.

પાટણ જિલ્લા ભાજપે રવિવારે ગાંધીનગર ખાતે ભાજપના પાર્લામેન્ટરી બોર્ડમાં ઉમેદવારોની પસંદગી માટે જિલ્લા પંચાયત નવ તાલુકા પંચાયત અને બે નગરપાલિકાના દાવેદારોની પેનલ બનાવી રજૂ કરી હતી. ઉમેદવારોની પસંદગી પાર્લામેન્ટરી બોર્ડ કરશે. ત્યારે 11 ફેબ્રુઆરી બાદ ભાજપ તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોના ફોર્મ ભરશે. જ્યારે કોંગ્રેસની પણ ઉમેદવારોની પસંદગી આખરી તબક્કામાં છે. ત્યારે 10 ફેબ્રુઆરી બાદ કોંગ્રેસ ના ઉમેદવારો ફોર્મ ભરશે. તેવું સૂત્રોએ જણાવ્યું હતું.

મતદાન મથક બહાર એક ટેબલ, બે ખુરસી ગોઠવી શકશે
પાટણ જિલ્લાના પાટણ જિલ્લા પંચાયત, પાટણ, સરસ્વતી, સિધ્ધપુર, ચાણસ્મા, હારીજ, સમી, શંખેશ્વર, રાધનપુર તેમજ સાંતલપુર તાલુકા પંચાયત અને પાટણ, સિધ્ધપુર તેમજ હારીજ નગરપાલિકા ચુટણી મતદાનના દિવસે મતદાન મથકના મકાનથી 200 મીટરની ત્રિજ્યા બહાર મતદારોને ઓળખ કાપલીઓ આપવા માટે કોઈપણ ઉમેદવાર ઇચ્છે તો એક ટેબલ અને બે ખુરશી મૂકી શકશે. ટેબલ પર મંડપ બાંધી છાંયડો કરી શકશે. પરંતુ તેને કવર કરી શકશે નહીં તથા ટેબલ પર ઉમેદવાર તથા પક્ષનું નામ અને નિશાન સાથેનું ફક્ત એક જ બેનર મૂકી શકશે. આવું ટેબલ મુકવા માટે જે તે ઉમેદવારે સક્ષમ અધિકારીની પરવાનગી મેળવી લેવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો