તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોર્ટનો ચુકાદો:યુનિવર્સિટીની સંલગ્ન બીજી કોલેજ શરૂ કરવા એન.ઓ.સીની જરૂર નહીં

પાટણ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કડીની કોલેજે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરતા કોર્ટનો ચુકાદો

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીએ એક જ વિસ્તારમાં બે સેલ ફાયનાન્સ કોલેજોને મંજૂરી આપતા વિવાદ સર્જાયો હતો .ત્યારે કડીની એક કોલેજ એન.ઓ.સી લેવી ફરજીયાત હોવાનો નિયમ મામલે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ હતી. જે પીટિશન મામલે કોર્ટમાં ચાલતા કોર્ટે એક જ વિસ્તારમાં બીજી કોલેજ શરૂ કરવા માટે એનઓસી લેવાની જરૂર ન હોવાનો ચુકાદો આપ્યો છે.

ત્યારે હવે નવીન કોલેજો શરૂ કરવા માંગતા સંચાલકો માટે મોટી રાહત થવા પામી છે.યુનિવર્સિટી સંલગ્ન કડીની બે કોલેજો વચ્ચે 2013 માં એનઓસી મામલે વિવાદ થતા કડીની એક કોલેજ કોર્ટમાં ગઈ હતી. ત્યારે લાંબા સમય કેસ ચાલ્યા બાદ હાઇકોર્ટે સંલગ્ન કોલેજો શરૂ કરવા માટે વિસ્તારમાં બીજી કોલેજની એનઓસી લેવાની જરૂયાત રહેશે નહીં તેવો ચુકાદો આપ્યો હોવાનું રજિસ્ટ્રાર ડૉ.ડી.એમ. પટેલે જણાવ્યું હતું. ત્યારે ઉલ્લેખનીય છે કે મોટા ભાગે યુનિવર્સિટીમાં સંલગ્ન કોલેજો શરૂ કરવા માટે એક જ વિસ્તારમાંથી બેથી વધુ કોલેજો મંજૂરી માંગતી હોય છે.

તેવા સમયે યુનિવર્સિટી દ્વારા અગાઉથી શરૂ જે તે વિસ્તારની કોલેજોની મંજૂરી માટે એન.ઓ.સી લેવાની ફરજ પાડતી હોય છે. કેટલાક કિસ્સાઓમાં અન્ય કોલેજોને સંખ્યા ગુમાવવાના ભયને લઇ એન.ઓ.સી મેળવવામાં મુશ્કેલીઓ પડતી હોવાના કિસ્સાઓ ભૂતકાળમાં બન્યા છે. ત્યારે કોર્ટના ચુકાદાને લઇ કોલેજો શરૂ કરવા માંગતા સંચાલકોને એન.ઓ.સી મેળવવા માટેની ઝંઝટમાંથી રાહત મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો