નાગરિકો ત્રસ્ત:પાટણના હાઈવે ચાર રસ્તા વિસ્તારમાં પે એન્ડ યૂઝ માટે જગ્યા ન ફાળવાઈ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માર્ગ-મકાન વિભાગ દ્વારા પાલિકાની માંગણીને નકારી
  • શહેરના હાઇવે વિસ્તારમાં ક્યાંય વ્યવસ્થા ન હોઈ નાગરિકો ત્રસ્ત

પાટણ શહેરના હાઇવે વિસ્તારમાં એક પણ પે એન્ડ યૂઝ શૌચાલયની સુવિધા ન હોવાથી લોકોને તકલીફ પડી રહી છે. તેને ધ્યાને લઇ પે એન્ડ યૂઝ શૌચાલય બનાવવા જગ્યાની દરખાસ્ત માર્ગ મકાન વિભાગમાં નગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી. પરંતુ માર્ગ-મકાન વિભાગ દ્વારા પાલિકાની માંગણીને નકારી દેવામાં આવી છે. હાઈવે વિસ્તાર સતત ધમધમતો રહે છે અને રોજના હજારો લોકોની ત્યાંથી અવર જવર થાય છે.

પરંતુ આ વિસ્તારમાં પે એન્ડ યૂઝ શૌચાલય ન હોવાથી લોકોને તકલીફ પડી રહી છે. પાલિકા દ્વારા આ માટે જગ્યા ફાળવવા દરખાસ્ત કરવામાં આવી હતી પરંતુ માર્ગ મકાન વિભાગ દ્વારા હાલમાં ફ્લાય ઓવર બ્રિજની કામગીરી ચાલી રહી છે અને અત્રેની કચેરીના હસ્તકના રસ્તા ઉપર અવર જવર વધારે રહેતી હોય છે ત્યારે અહીં અનુકૂળ જગ્યા નથી તેમ જ પ્રગતિ હેઠળના કામો હોય અત્યારે આવી જોગવાઈ હોતી નથી તેવો જવાબ પાલિકાને આપવામાં આવ્યો છે.

ખાનગી કંપનીઓને પણ સ્થળની સમસ્યા
અત્રે ઉલ્લેખનિય છે કે એક ખાનગી કંપની દ્વારા પણ શહેરમાં યોગ્ય સ્થળે મેગાસિટી કલ્ચર ધરાવતું પે એન્ડ યૂઝ શૌચાલય કોમર્શિયલ ધોરણે બનાવવા માટે પણ ઘણા સમયથી પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે પરંતુ તેમને પણ સ્થળ મેળવવામાં સફળતા મળી રહી નથી.

અન્ય સમાચારો પણ છે...