કોર્ટે જામીન અરજી ફગાવી:પાટણમાં વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરનાર શિક્ષકના કેસમાં સંડોવાયેલા આરોપીના જામીન ના મંજૂર

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષકે ત્રણ શખ્સો પાસેથી 2 લાખની રકમ વ્યાજે લીધા બાદ ચૂકવી દીધી હોવા છતાં આરોપીઓ માનસિક ત્રાસ આપતા હતા
  • શિક્ષક કાનજીભાઇ દેસાઇએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ગયા મહિને આત્મહત્યા કરી હતી

પાટણમાં રહેતા શિક્ષક કાનજીભાઈએ ત્રણ શખ્સો પાસેથી 2 લાખની રકમ ઉંચા વ્યાજે લીધી હતી. જે રકમ વ્યાજ સહિત ચુકવી દીધી હોવા છતાં આ શખ્સો વધુ રકમની માંગ કરી શિક્ષકને માનસિક ત્રાસ આપતા હતા. જેથી શિક્ષકે ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી લીધી હતી. આ ગુનામાં સામેલ આરોપીઓ પૈકી એક આરોપી અમરતની પોલીસે ધરપકડ કરી હતી. જે આરોપીએ પાટણની સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેની સુનાવણી હાથ ધરીને સરકારી વકીલ જે.ડી. ઠક્કરની દલીલો ગ્રાહ્ય રાખીને આરોપીની રેગ્યુલર જામીન અરજી ના મંજૂર કરવામાં આવી હતી.

પાટણ શહેરના કાનજીભાઇ લીલાભાઇ રબારીએ તાજેતરમાં ત્રણ શખ્સો પાસેથી રૂા. 2 લાખની રકમ ઉંચા વ્યાજે લીધી હતી. જે રકમ વ્યાજ સહિત ચુકવી દીધા હોવા છતાં શખ્સો તેમની પાસેથી સિક્યોરીટી પેટે લીધેલા ચેકમાં ખોટી રીતે રુપિયા 6 લાખની રકમ ભરીને તેમની સામે ચેક રિટર્નના કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. તેમજ વધુ પૈસા વસુલ કરવાની માંગણી કરી, અવારનવાર માનસિક ત્રાસ આપ્યો હતો. આ ઉપરાંત તા 6-4-22નાં રોજ ત્રણ આરોપીઓ પૈકી અમરતભાઇએ ફોન પર કાનજીભાઈ રબારીના પુત્રને ધમકી આપી હતી. જેથી વ્યાજખોરોના ત્રાસથી કંટાળી કાનજીભાઇએ આત્મહત્યા કરી હતી.

તેમને મરવા માટે દુષ્પ્રરણ કરવાનાં આરોપસર પોલીસે આઇપીસી 306 મુજબ ગુનો નોંધીને આરોપીઓ પૈકી અમરતભાઇની ધરપકડ કરી હતી. ત્યારે આરોપીએ પાટણની સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેની સુનાવણી હાથ ધરીને સરકારી વકીલ જે.ડી. ઠક્કરની દલીલો ગ્રાહ્ય રાખીને આરોપીની રેગ્યુલર જામીન અરજી ના મંજૂર કરવામાં આવી હતી.

અત્રે નોંધનીય છે કે, આત્મહત્યા કરનારા કાનજીભાઈ દેસાઇ શિક્ષક તરીકે નોકરી કરતા હતા. તેઓએ આત્મહત્યા કરતાં પૂર્વે સ્યુસાઇડ નોટ પણ લખી હતી, જે પોલીસે કબજે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...