તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:જિલ્લામાં નવા મા કાર્ડ કઢાવવા અને રિન્યુ કરાવવા નવ સેન્ટર શરૂ કરાયા

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાત સીએચસી, ધારપુર કોલેજ અને પાટણ સિવિલમાં મા કાર્ડ રીન્યુ થશે

મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત નવા મા કાર્ડ કાઢવાની અને રીન્યુ કરવા માટેના સેન્ટર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બંધ હોવાના કારણે લાભાર્થીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. મંગળવારથી સાત સામુહિક આરોગ્ય કેન્દ્ર અને ધારપુર મેડિકલ કોલેજ તેમજ જનરલ હોસ્પિટલ પાટણ ખાતે સેન્ટર શરૂ કરી નવા મા કાર્ડ કાઢવાની તેમજ રીન્યુ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

અગાઉ પાટણ જિલ્લામાં નવ તાલુકાઓમાં મામલતદાર કચેરીઓ પર એટીવીટી સેન્ટરમાં ખાનગી એજન્સી દ્વારા મા કાર્ડ કાઢવાની તેમજ રીન્યુ કરવાની કામગીરી કરવામાં આવતી હતી. પરંતુ સરકારે એજન્સી પાસે કામગીરી બંધ કરાવી સરકારી હોસ્પિટલોમાં આરોગ્ય તંત્ર દ્વારા આ કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ પાટણ જિલ્લામાં લાંબા સમયથી સરકારી હોસ્પિટલોમાં આ કામગીરી શરૂ થઈ ન હોવાથી દર્દીઓ પરેશાન થઈ રહ્યા હતા.

આ બાબત જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિબેન મકવાણાના ધ્યાને આવતા તેમણે આરોગ્ય તંત્રના સંપર્કમાં રહી સેન્ટરો શરૂ કરવા માટે પ્રયત્ન કર્યો હતો જેમાં જિલ્લામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર લણવા, હારિજ, સંડેર, રાધનપુર, જંગરાલ, કુંવારા અને બીલીયા સામુહિક આરોગ્ય કેન્દ્ર તેમજ ધારપુર મેડિકલ હોસ્પિટલ અને જનરલ હોસ્પિટલ પાટણ ખાતે મા કાર્ડ નવા કઢાવવા માટે તેમજ રીન્યુ કરવા માટે સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. પાટણ જનરલ હોસ્પિટલ ખાતે હાલમાં કાર્ડ રીન્યુ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...