નીલગાયની હત્યા:રાધનપુર રેલવે સ્ટેશન નજીક અજાણ્યા શખ્સે નીલગાયની ગોળી મારી હત્યા કરી, જીવદયા પ્રેમીઓમાં રોષ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બનાવની જાણ વનવિભાગના અધિકારીઓને કરાતા ઘટનાસ્થળે દોડી આવ્યા
  • મૃત નિલગાયને પીએમ અર્થે ખસેડી આગળની તજવીજ હાથ ધરાઈ

પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા નીલગાયની બંદૂકની ગોળી મારીને હત્યા કરાઇ હોવાની ઘટના પ્રકાશમાં આવતા સનસનાટી મચી જવા પામી છે. ઘટનાના પગલે વન વિભાગની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રેલવે સ્ટેશનની બાજુમાં આવેલી નર્મદા કેનાલ નજીક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા નીલગાય ઉપર બંદૂકની ગોળી છોડી તેની હત્યા કરતાં અને આ બાબતની જાણ આસપાસના લોકોને થતાં તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ વનવિભાગના અધિકારીઓને કરતા તેઓએ ઘટનાસ્થળે આવી મૃત નીલગાયને પીએમ માટે ખસેડી આગળની તજવીજ હાથ ધરી છે.

રાધનપુર પંથકમાં અબોલ નીલગાય ઉપર કોઇ અજાણ્યા શખ્સ દ્વારા બંદૂકની ગોળી છોડી કરાયેલી હત્યાના પગલે જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાઇ જવા પામ્યો હતો. સાથે સાથે નીલગાય ઉપર ગોળી છોડનાર અજાણ્યા શખ્સને ઝડપી લેવા અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ પણ જીવદયા પ્રેમીઓ દ્વારા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...