તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સેમિસ્ટર 1 ની પરીક્ષાનો પ્રારંભ, પ્રથમ દિવસે 350 છાત્રોએ હેલ્પ ડેસ્કની મદદ માગી

પાટણ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 સેશનના બદલે પાંચ સેશનમાં સંખ્યા વિભાજન કરી પરીક્ષા લેવાઈ

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા સેમિસ્ટર 1 ની ઓનલાઇન પરીક્ષાઓ શરૂ થઇ હતી.જેમાં ગત વર્ષ સમાન સોફ્ટવેર લોડને લઇ પરીક્ષા ખોરવાય નહીં માટે સંખ્યાનું વિભાજન કરી સેશન પાડી પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષામાં છાત્રોને લોગીન થવા માટે પાસવર્ડ અને આઈડીની સાથે ફોટો પણ જરૂરી હતો.પરંતુ તેમાં ફેરફાર કરી ફોટો લોગીન થયા બાદ એડ થતો હોઈ મોટાભાગે સોફ્ટવેરમાં કોઈ સમસ્યા ન થતા છાત્રો સરળતાથી યોગ્ય રીતે પરીક્ષા આપી શક્યા હતા.

યુનિવર્સિટી દ્વારા સ્નાતકમાં સેમ 1 ની બી.એસ.સી, બી.કોમ, બી.બી.એ, બી.આર.એસ, બી.એસ.સી, બી.એ.બી.એડ, સહીતની 17 અભ્યાસક્રમના છાત્રોની મંગળવારથી ઓનલાઇન પરીક્ષાઓ શરૂ થઇ હતી.જેમાં પાંચ સેશનમાં પરીક્ષાઓ લેવામાં આવી હતી.જેમાં ખાસ કરીને સોફ્ટવેરમાં લોડિંગને લઇ સર્જાતી મુખ્ય સમસ્યા આ વર્ષે જોવા મળી નથી જેથી છાત્રો સરળતાથી પરીક્ષાઓ આપી હતી.

પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ જણાવ્યું હતું કે ઓનલાઇન પરીક્ષામાં ગતવર્ષ આવેલ ખામીઓ દૂર કરવા એજન્સીને સૂચનાઓ આપી હતી.જે દૂર થઇ છે.ઉપરાંત ગતવર્ષ બધા છાત્રોની પરીક્ષા એક સાથે લેતા સર્વર લોડ લેતું હતું.જેથી આ વખતે 3 સેશનના બદલે પાંચ સેશનમાં સંખ્યા વિભાજન કરી પરીક્ષા લેવામાં આવી છે.પ્રથમ દિવસે 10 હજાર છાત્રોની પરીક્ષા યોજાઈ હતી.

350 છાત્રોએ હેલ્પ સેન્ટરમાં મદદ માંગી
પરીક્ષામાં કોઈ મુશ્કેલી સર્જાય તો છાત્રોને મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે.જેમાં પાંચ સેશનમાં કુલ 350 જેટલા છાત્રોએ સેન્ટરમાં મદદ માટે કોલ કર્યા હતા.જેમાંથી મોટા ભાગે છાત્રો પરીક્ષા આપવા માટે પાસવર્ડ અને આઈડી ન મળ્યા હોય લેવા માટે ફોન કર્યા હોવાનું સોફ્ટવેર એજન્સીના પંકજભાઈએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...