તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પાટણ જિલ્લામાં કોરોનાને લઈ રાહતના સમાચાર, છેલ્લા છ દિવસથી નવો એકપણ કેસ નહીં

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં હવે ફક્ત એક જ એક્ટિવ કેસ

પાટણ જિલ્લા બીજી લહેર દરમિયાન કોરોનાએ કહેર મચાવ્યા બાદ હાલ સંક્રમણ પર સંપૂર્ણ કાબૂ આવી જતા વહીવટીતંત્ર અને જિલ્લાવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. જિ્લલામાં છેલ્લા છ દિવસ દરમિયાન કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. જિલ્લામાં હાલ ફક્ત એક જ એક્ટિવ કેસ રહ્યો છે.

આજે છઠ્ઠો દિવસ છે કે, જ્યારે પાટણ જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નથી નોંધાયો. જિલ્લામાં કોરોનાની બીજી લહેર પર સંપૂર્ણ કાબૂ આવતા લોકોએ અને વહીવટીતંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 10 હજાર 661 કેસ નોંધાઈ ચૂક્યા છે. તો કોરોનાના કારણે 109 દર્દીઓના મોત નિપજી ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...