માર્ગદર્શન:પાટણ જિલ્લામાં નવા મતદારોને EVM અને V.V.Petથી મતદાન કરવાનું માર્ગદર્શન અપાય છે

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લામાં અત્યારે સરકારી તંત્ર અને ખાસ કરીને ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલું તંત્ર-કચેરીઓ તેની કામગીરીમાં સંકળાઇ રહ્યા છે. ત્યારે આગામી વિધાનસભા ચૂંટણીઓમાં મતદારોને ઇવીએમ અને વી.વી.પેટ મારફતે મતદાન કરવાનું છે. આથી મતદારોને પણ આ મશીનો દ્વારા મતદાન કરવા માટેની પદ્ધતિઓની જાણકારી આપવામાં આવી રહી છે. ખાસ કરીને જે પ્રક્રિયામાં ભાગ લેવાનાં છે તેઓને ઈવીએમ અને વીવીપેટની જાણકારી અને પાટણની મામલતદાર કચેરીમાં થઈ રહ્યું છે. આ કામગીરી છેલ્લા ત્રણેક દિવસથી શરુ કરાઇ છે. બીજી તરફ પાટણ જિલ્લામાં લોકો પોતાનાં ચૂંટણીકાર્ડ અપગ્રેડ કરાવે તે માટેની પણ ઝુંબેશ હાથ ધરાઇ છે. ચૂંટણીકાર્ડ સાથે આધારકાર્ડ પણ લીંક કરાવવાની કામગીરી લગભગ પુરી થવાનાં આરે છે.

અન્ય સમાચારો પણ છે...