• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • New Roads In Patan Were Razed To The Ground, BJP Corporators Alleged Collusion With Contractors, Substandard Work Was Done

સુવિધાનો અભાવ:પાટણમાં નવીન માર્ગોમાં ભૂવા પડ્યા, ભાજપના કોર્પોરેટરોની કોન્ટ્રાક્ટરો સાથેની મીલીભગતના કારણે હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ

પાટણ9 દિવસ પહેલા
  • વિપક્ષ દ્વારા પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માંગ કરાઈ

પાટણમાં નગરપાલિકા દ્વારા બનાવેલા નવીન માર્ગોમાં ભૂવા પડ્યા હતા. ત્યારે રોડ રસ્તાના કામોમાં નબળી ગુણવત્તાના કરવામાં આવ્યાં હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ભાજપના કેટલાક કોર્પોરેટરોની કોન્ટ્રાટરો સાથેની મીલીભગતના કારણે હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું હોવાનું શહેર કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યો છે. નગરપાલિકાની કામગીરી દિવસેને દિવસે કથળી રહી છે. જેથી શહેરીજનો અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. વિપક્ષ દ્વારા પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માંગ કરી હતી.

પાટણ નગરપાલિકામાં શહેરીજનો પ્રાથમિક સુવિધાઓ સહિતની સમસ્યાઓથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પાલિકા દ્વારા શહેરના બિસ્માર અને ક્ષતિગ્રસ્ત બનેલાં મહોલ્લા, પોળો અને સોસાયટી વિસ્તાર સહિતના રસ્તાના નવીનીકરણ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જોકે, કેટલાક મળતીયા કોન્ટ્રાક્ટરોને કામ આપી હલકી ગુણવત્તાના રોડ બનાવવામાં આવતા નવીન રોડ પણ ટુંકા ગાળામાં તુટી જવાની સાથે માર્ગો પર ભૂવાઓ પડવાની વારંવાર સમસ્યાઓ સામે આવી રહી છે.

શહેરના સુભાષચોક પાસે બનાવવામાં આવેલા નવીન માર્ગ બેસી જતાં અને માર્ગ પર મોટો ભૂવો પડવાની સમસ્યાં સર્જાતા આ વિસ્તારના રહીશો સહિત રાહદારીઓ અને વાહન ચાલકોને અકસ્માતની ભિતી સાથે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો. તો ભાજપ શાસિત પાટણ નગરપાલિકારોડ રસ્તાની હલકી ગુણવત્તાની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે વિરોધ પક્ષના કોર્પોરેટરો દ્વારા પાલિકા ખાતે દેખાવો કરી સુત્રોચ્ચાર પણ કર્યા હતા.

વિપક્ષ દ્વારા આયોજિત પાલિકા વિરોધના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ અને નગરપાલિકાના કોર્પોરેટર ભરત ભાટીયાએ પાલિકાના કેટલાક કોર્પોરેટરોની રોડ કોન્ટ્રાક્ટરો સાથેની મીલીભગતના કારણે શહેરના રસ્તાનું કામ હલકી ગુણવત્તાનું હોવાનું જણાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...