આયોજન:પાટણ શહેરમાં નવા 4 બોર 800 ફુટથી વધુ ઊંડા કરાશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોડ ઊંડા કરવાથી ફ્લોરાઈડ વાળું પાણી નહીં મળે

પાટણ નગરપાલિકા દ્વારા આગામી સમયમાં ચાર નવા પાણીના બોર બનાવવાનું આયોજન કરવામાં આવેલું છે. નવા બોરવેલ માટે 800 ફુટ ઉડાઈએ શારકામ કરવું પડશે. તે ઉપરના લેવલમાં ફ્લોરાઈડ વાળું પાણી મળતું હોવાથી ઉડે જવું પડશે.

વોટર વર્કસ શાખા અધિકારી જે.વી.પટેલના જણાવ્યા મુજબ સૂર્યાનગર ખાતે સંપ અને ઓવરહેડ ટાંકી સાત આઠ માસથી તૈયાર થઈ ગયેલ છે એટલે પાણીના બોરનું કામ પુરૂ થતાં તરતજ પાણી સપ્લાય શરૂ કરવામાં આવશે. વોટર વર્કસ શાખાના રૂ.૩.૭૯ કરોડના ટેન્ડર તાજેતરમાં મંજૂર કરાયા હતા જેમાં ચાર બોરવેલ બનાવનાર છે.

બે નવા બોર સિદ્ધિ સરોવર ખાતે તેમજ એક-એક ટ્યુબવેલ માતરવાડી અને સૂર્યનગર ખાતે બનાવનાર છે. સૂર્યનગર વિસ્તારમાં બનાવવામાં આવી રહેલા નવા બોરવેલમાં 300 મીટર એટલે કે 885 ફૂટ ઊંડાઈ સુધી શારકામ કરવું પડશે. શહેરમાં સારા પાણી માટે 600 ફૂટ નીચે જવું પડે છે જેની ઉપર ફ્લોરાઇડવાળું પાણી હોય છે જે પીવાલાયક હોતું નથી .પાલિકાના તમામ બોરવેલ ઊંડા ભૂતળમાં કરેલા છે એટલે કોઈ તકલીફ રહેતી નથી.

અન્ય સમાચારો પણ છે...