સરાહનીય કામગીરી:પાટણની નેત્રમ ટીમ દ્વારા 35 હજાર ભરેલી બેગ શોધી પરત આપી

પાટણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાઈક ચાલક એક જેવી બેગ હોવાના કારણે શરત ચુકથી બેગ લઇ ગયેલો

પાટણ શહેર નાપંચમુખી કોમ્પલેક્ષ વેરાઈ ચકલા પાસે એક ઇસમ પોતાની 35 હજાર ભરેલી બેગ ગુમ થતા તેમને પાટણ નેત્રમ કમાન્ડ કંટ્રોલ સેન્ટર પાટણનો સંપર્ક કરતા નેત્રમ ટીમ દ્વારા ગણતરીની મિનિટમાં શોધી અરજદારને પરત કરી આપી હતી.

પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વિજયકુમાર પટેલ તથા ના.પો.અધિક VISWAS Project Nodal officer એસ.એસ.ગઢવી પાટણનાઓ દ્વારા પાટણ જીલ્લા ખાતે VISWAS PROJECT અંતર્ગત લાગેલા કેમેરાઓનો મહત્તમ ઉપયોગ કરી જાહેર જનતાને વધુમાં વધુ મદદરૂપ થઇ પોલીસ પ્રજાનો મિત્ર બને જે બાબતની સુચના આપેલ હતી. જેને લઈ આજે અરજદાર પુરોહિત દિનેશભાઇ ડાહ્યાભાઇ (રહે. દુનાવાડા)નાઓની રૂપીયા 35000- ભરેલી બેગ પંચમુખી કોમ્પલેક્ષ,વેરાઇ ચકલા પાસે દાવતની દુકાનમાંથી ગુમ થતાં CCTV કેમેરા જોવા તથા બેગ શોધી આપવા બાબતે તેમને નેત્રમ કમાન્ડ કંટ્રોલ સેન્ટર પાટણનો સંપર્ક કરતાં નેત્રમ ટીમ દ્વારા VISWAS Project હેઠળ લાગેલા CCTV કેમેરા ચેક કરી બેગ લઇ જનાર બાઇક ચાલકની ઓળખ કરી વ્હીકલ નંબર (GJ-24-R-3506) મેળવી વ્હીકલ નંબરના આધારે અજાણ્યા બાઇક ચાલકનો સંપર્ક કરતાં તેઓ દ્વારા જણાવેલું કે એક જ જેવી બેગ હોઇ અમો શરત ચુકથી બેગ લઇ ગયેલ હતાં.

આમ, બેગ લઇ જનાર વ્યક્તિનો સંપર્ક કરી અરજદારની 35000/- રૂપીયા ભરેલી બેગ ગણતરીની મીનીટોમાં પરત મેળવી અરજદાર અપાવી હતી. CCTV કેમેરાની મદદથી નેત્રમ કમાન્ડ કંટ્રોલ પાટણ દ્વારા ગુમ થયેલ બેગ ગણતરીની મીનીટોમાં શોધી મુળ માલીકને પરત સોંપતા માલિક દ્વારા નેત્રમ ટીમ પાટણ તથા પાટણ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...