પાટણ શહેરની વિભિન્ન શાળાઓના બાળકોની આંખોના ચેકઅપ તથા વાંચન જાગૃતિ માટે ‘નેત્ર-જ્ઞાન જ્યોત જાગૃતિ કેમ્પ'નો પ્રારંભ કરાયો છે.
કાર્યક્રમનો પ્રારંભ પાટણની વી.એમ.દવે હાઇસ્કૂલથી કરાયો
પાટણની ફત્તેસિંહરાવ પુસ્તકાલય દ્વારા આયોજીત આ કાર્યક્રમનો પ્રારંભ પાટણની વી.એમ. દવે હાઇસ્કૂલ ખાતેથી કરાયો હતો. આ પ્રસંગે યોજાયેલા ઉદ્ઘાટન કાર્યક્રમમાં આ કેમ્પના સૌજન્યકર્તા ડૉ. વડનગરની આર્ટ્સ-કોમર્સ કોલેજના ડૉ. જ્યોત્સનાબેન ચીમનલાલ રાવલ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.
બાળકોની આંખોની તપાસ કરાઈ
આ નેત્ર કેમ્પમાં પાટણના જાણીતા નેત્રચિકિત્સક ડૉ. નિખીલ ખમારે સેવા આપી હતી ને બાળકોની આંખોની તપાસ કરીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરેશ દેશમુખ, જયેશ વ્યાસ, મહાસુખ મોદી, રાજેશ પરીખ સહિત પારસ ખમાર, મમતાબેન ખમાર, અશ્વિન નાયક અને રાવલ પરિવારના સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
91 વિદ્યાર્થીઓની સંતોષકારક રીતે તપાસ કરી
આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન લાયબ્રેરીના પ્રમુખ ડૉ. શૈલેષ સોમપુરાએ કર્યું હતું તથા સંચાલન સુનિલ પાટીદારે કર્યું હતું. આ પ્રસંગે પાટણના નેત્ર ચિકિત્સક ડૉ. નિખિલ ખમારે 91 વિદ્યાર્થીઓની સંતોષકારક રીતે તપાસ કરી હતી. જે પૈકીના 26 વિદ્યાર્થીઓને દૃષ્ટિની તકલીફ હોવાથી તેઓને ફરી તપાસીને રાહતદરે ચશ્મા આપવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.