આત્મહત્યા:સાતલપુર રેલવે સ્ટેશન નજીક યુવાને અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું

પાટણ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેલવે પોલીસે ઘટનાસ્થળે દોડી આવી લાશનું પંચનામુ કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી

પાટણ જિલ્લાના સાંતલપુર રેલવે પાટા ઉપર પડતુ મુકી ગુરુવારે સાંજે એક યુવાને પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતા ઘટના સ્થળે લોકોનાં ટોળા ઉમટી પડ્યા હતા. બનાવની જાણ રેલવે પોલીસને થતાં તેઓએ ઘટના સ્થળે આવી લાશનું પંચનામુ કરી પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગુરુવારે સાંજે પાટણ જિલ્લાના સાંતલપુર ખાતેના રેલવે સ્ટેશન નજીક સાંતલપુરના માળી પરિવારના એક યુવાને કોઈ અગમ્ય કારણોસર રેલવે નીચે પડતું મૂકી પોતાનું જીવન ટુંકાવતા અને બનાવની જાણ લોકોને થતા ઘટના સ્થળે ટોળા ઉમટી પડ્યા હતા.

રેલવે પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનું પંચનામુ કરી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી મૃતકનાં વાલી વારસોને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક યુવાને ક્યાં કારણોસર મોતને વહાલું કર્યું છે તે જાણી શકાયું નથી.

અન્ય સમાચારો પણ છે...