પાટણ હાંસાપુર નજીક ગઈકાલે મધરાતે એક ડમ્પર ચાલક વળાંકમાં સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા ડમ્પર સાગરડેરીની દિવાલ તોડી અંદર ઘુસ્યું હતું. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થવા નહોતી પામી.
પાટણ હાંસાપુર હાઇવે ઉપર ગઈકાલે મંગળવારે રાત્રે 12 વાગ્યાની આસપાસ એક ડમ્પર ચાલક ફૂલ સ્પીડમાં પસાર થઈ રહ્યો હતો. દરમિયાન વળાંકમાં તેણે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતાં ડમ્પર હાઇવે ઉપર આવેલી દૂધસાગર ડેરીની દિવાલ તોડીને અંદર ઘુસી ગયું હતું. સદનસીબે ડમ્પર બાજુના રહેણાંક મકાનમાં ન ઘૂસતા કોઈ જાનહાનિ થવા પામી ન હતી. પરંતુ અકસ્માત એટલો ભયાનક હતો કે ડમ્પર ડેરીની દિવાલ તોડી વીજ થાંભલાને અથડાયું હોવાથી મોટા અવાજને લઈ આસપાસના રહીશો ઊંઘમાંથી જાગી ગયા હતા.
ઘટનાસ્થળની બાજુમાં રહેતાં સ્થાનિક મહિલા ચંદ્રિકા બહેન દ્વારા જણાવાયું હતું કે "અમે ઘરમાં સુતા હતા ત્યારે રાત્રે 12 વાગ્યાની આસપાસ ધડાકો થયો હતો અને વીજ લાઈન અમારા ઘર ઉપર પડી હતી. જો કે અમે ઘરની બહાર નીકળી જતાં બચી ગયા હતા."
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.