કલા ઉત્સવ-2021:પાટણના બી.ડી સાર્વજનિક વિદ્યાલય ખાતે NCERT પ્રેરીત ઉત્તર ઝોન કક્ષાનો કલા ઉત્સવ-2021 યોજાયો

પાટણએક મહિનો પહેલા
  • 6 જિલ્લાના વિધાર્થીઓએ ભાગ લઈ પોતાની કૃતિઓ રજૂ કરી
  • વિજેતાઓને રાજ્ય સરકાર તરફથી 1500 રૂપિયા પુરસ્કાર આપવામાં આવ્યો
  • વિજેતા સ્પર્ધકો રાજ્યકક્ષાએ ભાગ લેશે

પાટણની બી.ડી. સાર્વજનિક વિદ્યાલય ખાતે ઉત્તર ઝોન કક્ષાના કલા ઉત્સવ 2021નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, મહેસાણા, પાટણ અને મોરબી એમ કુલ 6 જિલ્લાના વિદ્યાર્થીઓએ અલગ-અલગ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.

જેમાં પરંપરાગત કંઠ્ય સંગીત કુમારમાં બનાસકાંઠાના સુરેન્દ્રસિંહ ડી રાજપૂત અને કન્યામાં પાટણના જાનકીબેને પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે શાસ્ત્રીય કંઠ્ય સંગીત કુમારમાં સોલંકી સુમિત એમ અને કન્યામાં ઋતાષી.જે.મહેતા, વાદ્ય શાસ્ત્રીય સંગીત કુમારમાં નિષાદ.ડી.રાજગોર અને કન્યામાં નેહલ.જે.પ્રજાપતિએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. વાદ્ય પરંપરાગત લોકસંગીત કુમારમાં ભટ્ટ ઓમે અને કન્યામાં વાઘેલા ધર્મિષ્ઠાએ, નૃત્ય શાસ્ત્રીય કલા કન્યામાં ચૌહાણ દિવ્યા આર તથા નૃત્ય પરંપરાગત કુમારમાં નાયી વિરુ કે અને કન્યામાં ઝાલા કૃપાબાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો.

વિઝ્યુઅલ આર્ટસ 2D કુમારમાં ચાવડા જીગ્નેશે તેમજ કન્યામાં ભટ્ટ નંદિનીએ, 3D કુમારમાં જાડેજા બહાદુરસિંહે અને કન્યામાં સુથાર જીનલે, જયારે દેશી રમકડાની બનાવટમાં કુમારમાં વાઘેલા મયુરસિંહ આર કન્યામાં હીર એલ ભુડીયાએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. ઉપરોક્ત તમામ વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર તરફથી 1500 રૂપિયા પુરસ્કાર આપવામાં આવ્યો હતો અને હવે વિજેતા સ્પર્ધકો રાજ્યકક્ષાએ ભાગ લેશે.

આ કાર્યક્રમમાં કમલેશભાઈ સ્વામી, દિનેશભાઈ ઓઝા, નિરવભાઈ ભુટીયા, દીક્ષિતભાઈ પ્રજાપતિ, ધ્વનીબેન નાયક, ઋત્વાબેન પટેલ, અનિલભાઈ સુથાર, શ્રુતિબેન સોની, જીતેન્દ્રભાઇ ઓતીયા, જયંતિભાઈ ઓતીયા વગેરેએ નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી.

આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી જયરામભાઇ જોષી, દિનેશભાઈ પ્રજાપતિ અને રાજુભાઈ દેસાઈ તથા બી.ડી હાઇસ્કૂલના આચાર્ય બળદેવભાઇ દેસાઈ, કનુભાઈ ચૌધરી, જગદીશભાઈ ગોસાઈ, રાજેન્દ્રભાઈ જાદવ, જે.યુ.પ્રજાપતિ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન મુકેશભાઈ શ્રીમાળીએ કર્યું હતું. તેમજ કાર્યક્રમને સફળ બનાવવા ઝુઝારસિંહ સોઢા, પસાભાઇ દેસાઈ, શૈલેન્દ્રસિંહ સોઢા, ઓધારભાઇ દેસાઈ વગેરે લોકોએ ભારે જહેમત ઊઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...