પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના BBA વિભાગમાં પાટણ નગરપાલિકાના અગ્નિશમન વિભાગે NCC કેડેટ્સને આકસ્મિત રીતે લાગતી આગને કાબૂમાં લેવાની તાલીમ આપવામાં આવી હતી.
તમામ પ્રકારે તાલી અપાઇ
ફાયર ઓફિસર સ્નેહલ મોદી દ્વારા વીજળીથી લાગતી આગ, કેમિકલ આગ, પેટ્રોલ કે કેરોસીન કે અન્ય જ્વનલશીલ પદાર્થ દ્રારા લાગતી આગમાં કેવી કાળજી રાખવી અને તેને કાબૂમાં લેવાની તાલીમ આપી હતી. તેમણે જીવંત તાલીમમાં આગ કેવા પ્રકારની છે તે જાણી લોકોને આગમાંથી બહાર કાઢી તેને કાબૂમાં લઈ કેવી રીતે જાનહાનિ ટાળી શકાય તે જણાવ્યુ હતું.
બચાવ કામગીરીમાં જોડાવાની અપીલ
NCC ઓફિસર ડો. જય ત્રિવેદી એ વિધાર્થીઓને જણાવ્યુ હતું કે, રાષ્ટ્રના જવાબદાર નાગરિક તરીકે સમાજમાં જ્યારે પણ આવી દુર્ઘટના સર્જાઈ હોય ત્યારે તેમાં બચાવ કામગીરીમાં જોડાવાની અપીલ કરી હતી. સાથે સાથે સલામતી પૂર્વક આ કામગીરીમાં પોતાની કાળજી રાખવામાં કેવા પ્રકારની સાવચેતી રાખવાની જરુર હોય છે તે સમજાવવામાં આવ્યુ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.