દશેરા:મહા શક્તિની આરાધના અને શસ્ત્ર પૂજન સાથે પાટણની મિનળપાર્ક સોસાયટીમાં નવરાત્રિ મહોત્સવ સંપન્ન

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવલા નોરતાનાં અંતિમ દિવસે સોસાયટીના રહીશોએ સમૂહ આરતી ઉતારી શસ્ત્ર પૂજન કર્યું

પાટણ શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલ મિનળ પાકૅ સોસાયટીનાં રહીશો દ્વારા આયોજિત કરાયેલી નવરાત્રિનાં અંતિમ દિવસે રહિશો દ્વારા આધશકિત માં અંબાની સમૂહમાં આરતી સાથે સમૂહમાં શસ્ત્ર પુજન કરી જગત જનની જગદંબાની આરાધના પવિત્ર પવૅ નવરાત્રી મહોત્સવને ભક્તિ સભર માહોલમાં સંપન્ન કરવામાં આવ્યો હતો.

નવરાત્રિ મહોત્સવનાં શુક્રવારના અંતિમ દિવસે સોસાયટીના રહીશોનાં આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહેલા પાટણ શહેરનાં ખુશાલી રેડિમેન શો રૂમનાં માલિક અને આર એસ એસનાં યુવા કાર્યકર પારશભાઈ ઠક્કર અને જ્યોતિ પ્લાસ્ટીકનાં જગદીશભાઈ ઠક્કરે ખાસ ઉપસ્થિત રહી માંના ચાચર ચોકમાં માની આરતી ઉતારી સોસાયટીના રહીશો સાથે સમૂહમાં શક્તિનાં શસ્ત્રોનું અબિલ, ગુલાલ, કંકુ તેમજ રગબેરંગી ફુલોની પત્તી વડે પૂજન કરી ધન્યતા અનુભવી હતી.

મિનળ પાકૅ સોસાયટી ખાતે આયોજિત નવરાત્રી મહોત્સવના અંતિમ દિવસે સોસાયટીના રહીશો દ્વારા મોડી રાત સુધી રાસ ગરબાની રમઝટ બોલાવી જગત જનની માં જગદંબા નાં ગુણગાન સાથે નવરાત્રી પવૅને સંપન્ન કરવામાં આવ્યો હતો. શહેરની સુકન હોમ્સમાં મહિલાઓ પારંપરિક માથે બેડા મૂકી ગરબે રમ્યા હતા.

પાટણ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી ધંધા અર્થે સ્થાયી થયેલા બિહાર પંથકના લોકો દ્વારા નવરાત્રિ પર્વમાં દુર્ગાષ્ટમી અને દશેરાના દિવસે કુળદેવી અંબાજી માતાની પૂજાઅર્ચના અને આરાધના કરવામાં આવે છે. ત્યારે શહેરના મીરા દરવાજા વિસ્તારમાં વસતા ઉત્તર પ્રદેશના ભૈયાઓ દ્વારા પરંપરાગત મુજબ કુળદેવી અંબાજી માતાની શોભાયાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...