પાટણ શહેરમાં નવરાત્રિનો પ્રારંભ:પ્રથમ દિવસે માતાજીની આરતી કરી ગરબાની શરૂઆત, બાળાઓથી લઇ સૌ કોઇ ગરબે ઘૂમ્યા

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

આદ્યશક્તિ મા જગદંબા - ભવાનીના નવલાં નોરતાંનો આજથી આરંભ થયો છે. આસ્થાનું અનેરું પર્વ એટલે નવરાત્રિ જગતજનની મા અંબાની ભક્તિનું પર્વ આજે શરૂ થયું છે , ત્યારે પાટણ જિલ્લામાં અને શહેર શ્રદ્ધાળુઓમાં ભાવ અને ભક્તિ રસનો અનોખો માહોલ સર્જાયો છે. પ્રથમ નોરતે મહોલ્લા પોળ અને સોસાયટીઓ માં માતાજીની આરતી કરી ગરબાની શરૂઆત કરી હતી.જેમ જેમ નવલા નોરતાના દિવસો આગળ વધશે એમ નવલા નોરતા નો રંગ જામશે.

પાટણ શહેરના હિંગળાચાચાર ચોકમાં માતાજીની પ્રતિમા ની સ્થાપન કરી આરતી કરવામાં આવી હતી. પાટણ શહેરના જળચોકમાં માતાજીની આરતી કરાઈ હતી.પાટણ શહેરના જોગીવડોમાં નવરાત્રિના પ્રથમ દિવસે માતાજી આરતી કરી કોરોનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પ્રથમ દિવસે ગરબા બંધ રાખ્યા હતા. પાટણની એક્ટિવ ગ્રુપ દ્વારા શહેરમા પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરવામાં આવતું હતું પરંતુ આ વર્ષે ગરબાનું આયોજન ના કરી માતાજીની આરતી કરી નવરાત્રિ ની શરૂઆત કરી હતી.પાટણ શહેર એક ગરબા કલાસીસ ના ગરબા ના છેલ્લા દિવસે ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસ પહેરી ગરબે રમ્યા હતા.

આ નવ દિવસ દરમ્યાનમાં શક્તિના વિવિધ સ્વરૂપોની પૂજા - અર્ચના સાથે ભોળાભાવે ગુણગાન ગાવામાં આવે છે . આજથી શરૂ થતાં નવલાં નોરતાંમાં આબાલવૃદ્ધ સૌ કોઈ પોતાની શક્તિ એવી ભક્તિ મુજબ નોરતાંની ઉજવણી શરૂઆત થઈ ગઈ છે. નોરતાં યુવા વર્ગમાં ખૂબ જ લોકપ્રિય છે. નવ દિવસ સુધી અવનવા વસ્ત્ર - અલંકારોથી સજી - ધજીને ગરબે રમવા થનગની રહ્યાં આ વર્ષે શેરી ગરબાના જ આયોજનો થયા છે.જેના કારણે વાલીઓ ને પણ રાહત થઈ છે. શહેરમાં આવેલી વિવિધ સોસાયટીઓ શેરીઓમાં નવરાત્રિના પ્રથમ દિવસે માતાજીની આરતી ઉતારી ગરબાની શરૂઆત થઈ છે. જેમ જેમ નવલા નોરતાના દિવસો આગળ વધશે, એમ ગરબાની રમઝટ જામશે.

અન્ય સમાચારો પણ છે...