તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરીક્ષા:પાટણ જિલ્લામાં નવ તાલુકાની વિવિધ શાળાઓમાં નવોદય વિદ્યાલયની પરીક્ષા યોજાઇ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 હજાર 810 હાજર છાત્રોએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી

આજે પાટણ જિલ્લામાં 30 પરીક્ષા કેન્દ્રો ખાતે નવોદય વિદ્યાલયની લેખિત પરીક્ષા યોજાઇ હતી. જેમાં વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર માપી સેનેટાઝર વડે હાથ સાફ કરાવી પરીક્ષા ખાંડમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જ્યારે વિધાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી.

ળતી માહિતી મુજબ, ચાણસ્માના લણવા ખાતે આવેલી જવાહર નવોદય વિદ્યાલય લણવામાં ધો . 6 માં પ્રવેશ માટે આજે બુધવારે પ્રવેશ પરિક્ષાનું આયોજન કરવામા કરવામાં આવ્યું હતુ. આ પરીક્ષામાં 4 હજાક 686 છાત્રો પરીક્ષા રજિસ્ટ્રેશન થયું હતું. જેમાં 3 હજાર 810 હાજર રહ્યા હતા અને 876 વિદ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા.

પરીક્ષા આપવા માટે આવેલા વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર માપી સેનેટાઝર વડે હાથ સાફ કરાવી પરીક્ષા ખાંડમાં વિદ્યાર્થીઓ ને પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ એ શાંતિપૂર્ણ માહોલ માં પરીક્ષા ખંડમાં પરીક્ષા આપી હતી.

નવોદય વિદ્યાલયની પરીક્ષા માટે પાટણ, સિદ્ધપુર ચાણસ્મા, સરસ્વતી, હારીજ, સમી, શંખેશ્વર રાધનપુર અને સાંતલપુર તાલુકાની વિવિધ શાળાઓના 30 સેન્ટરો પર 400 બ્લોકમાં કોરોનાની ગાઈડલાઈન મુજબ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવનાર છાત્રોને ધો .6થી 12 સુધી રહેવા, જમવા, ભણવાની ફ્રી સુવિધા પૂરી પાડવામાં આવે છે. કુલ બેઠકોના 80 ટકા સીટો પર ગ્રામ્ય વિસ્તારના બાળકોને અને 20 ટકા બેઠકો પર શહેરી વિસ્તારના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...