વરણી:પાટણ જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે નટવરભાઈ દરજીની સર્વાનુમતે વરણી કરાઇ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સહિયર પ્રમુખ તરીકે ભાવનાબેન મનોજભાઈ કે. પટેલની વરણી કરાઈ

પાટણ જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન અંતર્ગત જાયન્ટ્સ પાટણના પ્રમુખ તરીકે નટવરભાઈ દરજી અને જાયન્ટ્સ પાટણ સહિયરના પ્રમુખ તરીકે ભાવનાબેન મનોજભાઈ કે પટેલની વરણી કરવામાં આવી હતી.

પાટણ મેલડી માતા મંદિર પરીસરમા સમારંભના ઉદ્દઘાટક વી કે પટેલ, મુખ્ય મહેમાન ડો યોગેશાનંદ ગોસ્વામી ડીન ધારપુર મેડિકલ કોલેજ, પીજી પટેલ ટ્રસ્ટી હરસિદ્ધ માતા મંદિર, હરિભાઈ દેસાઈ અને ઈશ્વરભાઈ પટેલની હાજરીમાં જાયન્ટ્સ પાટણ પ્રમુખ અને જાયન્ટ્સ પાટણ સહિયરના પ્રમુખ અને કારોબારીની શપથ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાયન્ટ્સ પાટણ પ્રમુખ તરીકે નટવરભાઈ દરજી, મંત્રી પ્રહલાદભાઈ પટેલ અને ખજાનચી તારીખે નૈમેષભાઈ ગાંધી કારોબારી અને જાયન્ટ્સ પાટણ સહિયર પ્રમુખ તરીકે ભાવનાબેન મનોજભાઈ પટેલ, મંત્રી આશાબેન ડી ખમાર અને ખજાનચી તારીખે બેલાબેન ડી પટેલ અને કારોબારીએ શપથ લીધા હતા.

મુખ્ય મહેમાન વી કે પટેલ, ડીન ડો યોગેશનંદ ગોસ્વામી દ્વારા જાયન્ટ્સ પાટણ પરિવારની સેવાને બિરદાવીને અંગદાન માટે લોકો ને સમજાવવા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. સમારંભમાં પાટણ શહેરની વિવિધ સેવાકીય સંસ્થાઓના વડાઓનું અને અલગ અલગ જિલ્લાઓમાંથી પધારેલા જાયન્ટ્સ મિત્રોનું સન્માન કરીને તેમની પણ સેવાને બિરદાવી હતી. જાયન્ટ્સ પાટણના દરેક સભ્યોએ પરિવાર સાથે હાજરી આપી સમારંભને દિપાવેલ. સભાનું સંચાલન નયનાબેન સુનિલભાઈ ગોસ્વામીએ કર્યું હતું. આભાર વિધિ આશાબેન ખમારે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...