ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા સ્થાપિત રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણમાં આજે 04 માર્ચ 2023ના રોજ “રાષ્ટ્રીય સુરક્ષા દિન” અને “ટકાઉ વિકાસ માટે વિશ્વ ઇજનેરી દિન” ની ભવ્ય ઉજવણી કરવામાં આવ્યું હતું જેમાં 450 થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો.
સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ.સુમિત શાસ્ત્રીએ કહ્યું કે દર વર્ષે 4 માર્ચે ભારતમાં રાષ્ટ્રીય સુરક્ષા દિન મનાવવામાં આવે છે જેના મુખ્ય ધ્યેય સલામતીના પગલાંને પ્રકાશિત કરવાનો છે અને લોકો તેમના વિશે જાગૃત થાય અને કાર્યસ્થળે અકસ્માતો ટાળવા માટે તેનું પાલન કરે તેની ખાતરી કરવાનો છે. ત્યારબાદ, તેમણે જણાવ્યું હતું કે વિકાસ અને માનવ કલ્યાણમાં એન્જિનિયરિંગની હંમેશા આવશ્યક ભૂમિકા રહી છે.
ઇજનેરો અને વૈજ્ઞાનિકોની ભાવિ પેઢીઓ સ્થાનિક અને વૈશ્વિક પડકારો માટે ઉકેલો ડિઝાઇન કરવામાં સક્ષમ હશે તેની ખાતરી કરવી મહત્વપૂર્ણ છે. એટલે આધુનિક જીવનમાં એન્જિનિયરિંગની ભૂમિકા અંગે જાગૃતિ લાવવા માટે, આબોહવા પરિવર્તનની અસરને ઘટાડવા માટે અને ટકાઉ વિકાસને આગળ વધારવા માટે યુનેસ્કોની જનરલ કોન્ફરન્સે નવેમ્બર 2019માં તેના 40મા સત્ર દરમિયાન 4 માર્ચ "ટકાઉ વિકાસ માટે વિશ્વ ઇજનેરી દિનની" ઘોષણા કરી. ત્યારબાદ, સહભાગીઓએ સાયન્સ સેન્ટરની વિવિધ ગેલેરીઓની મુલાકાત કરી અને 5-ડી થિયેટર તથા વર્ચ્યુઅલ રિયાલિટી જેવી અદ્યતન ટેકનોલોજી નિહાળી ખૂબજ આનંદિત થયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.