• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • National Education Day Celebrations And A Workshop On Drone Technology Were Held At The Regional Science Center In Patan

વર્કશોપ:પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસની ઉજવણી અને ડ્રોન ટેકનોલોજી પર વર્કશોપ યોજાઈ

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા પાટણમાં રિજિયોનલ સાયન્સ સેન્ટર વિકસાવવામાં આવ્યું છે. રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં આજે 11 નવેમ્બર 2022ના રોજ રાષ્ટ્રીય શિક્ષણ દિવસની ઉજવણી અને ડ્રોન ટેકનોલોજી પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 300થી વધુ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. આ વર્ષે રાષ્ટ્રીય શિક્ષણ દિવસની થીમ "ચેન્જિંગ કોર્સ, ટ્રાન્સફોર્મિંગ એજ્યુકેશન" છે. આ થીમ શિક્ષણ પ્રણાલીમાં સુધારા કરવાની અને તેને વર્તમાન સમયમાં અનુકૂલનક્ષમ બનાવવાની જરૂરિયાત પર પ્રકાશ પાડે છે.

સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ.સુમિત શાસ્ત્રીએ વિજ્ઞાન અને ટેક્નોલોજીને લોકપ્રિય બનાવવામાં સાયન્સ સેન્ટરની ભૂમિકા વિશે સમજાવ્યું અને આ સાયન્સ સેન્ટરની વિવિધ ગેલેરીઓના પ્રદર્શન વિશે ટૂંકમાં માહિતી આપી હતી. ત્યારબાદ, સાયન્સ સેન્ટર ના નિષ્ણાત ગાઈડ ઘ્વારા ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ તરફથી સ્થાપિત ઇનોવેશન ક્લબ અંતર્ગત વિદ્યાર્થીઓ માટે ડ્રોન ટેક્નોલોજીનું નિદર્શન કરવામાં આવ્યું હતું, જેણે યુવા વિદ્યાર્થીઓને ભવિષ્યમાં કંઈક નવીન કરવા માટે પ્રેરિત કર્યા હતા.

ત્યારબાદ વિદ્યાર્થીઓએ રિજિયોનલ સાયન્સ સેન્ટરની વિવિધ પ્રકારની ગેલેરીઓની મુલાકાત કરી અને 5-ડી થિયેટર તથા વર્ચુઅલ રિયાલિટી જેવી અદ્યતન ટેકનોલોજી નિહાળી ખુબજ આનંદિત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...