ગુજરાત ભાજપના સહપ્રભારીનું નિવેદન:'નરેન્દ્ર મોદીએ દેશની દિશા અને દશા બદલી, મોદી જે કહે છે તે લોકો અને દુનિયા સ્વીકારે છે'

પાટણ8 દિવસ પહેલા

ભાજપના રાષ્ટ્રીય નેતા અને મધ્યપ્રદેશના સંસદસભ્ય સુધીર ગુપ્તાએ પાટણના ભાજપના ઉમેદવાર રાજુલબેન દેસાઈ માટે સભા સંબોધતા જણાવ્યું હતું કે સનાતનીઓએ રસ્તા ઉપર ઉતરવું પડે છે. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીએ દેશની દશા અને દિશા બદલી છે સક્ષમ રાષ્ટ્ર બનાવ્યું છે. મિસાઈલ અને હથિયારો ગુજરાત બનાવી રહ્યું છે.

નરેન્દ્ર મોદીને રામ અને કૃષ્ણ સાથે તુલના કરતાં કહ્યું કે, જેમ આતતાયીઓને નષ્ટ કરવા ભગવાન રામ મહેલ છોડીને રસ્તા પર ઉતર્યા હતા. કૃષ્ણ મથુરા છોડીને દ્વારકા ગયા હતા. તેમ નરેન્દ્ર મોદી ગુજરાતથી વારાણસી ગયા છે. આપણે અકબર અને બાબરના હિમાયતી ન બની શકીએ. તેમણે કહ્યું કે મોદી જે કહે છે તે લોકો અને દુનિયા સ્વીકારે છે.

અયોધ્યા મંદિર અને કાશ્મીરમાં ધારા નાબૂદી અને સરકારી યોજનાઓની યાદ લેવડાવી હતી. વર્ષોબાદ દેશમાં સનાતન ધર્મના લોકો પાસે સત્તા હાથમાં આવી છે. દરમિયાનના હાથમાં આપતા નહીં.

અન્ય સમાચારો પણ છે...