• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Naradham Of The Village Grabbed The Hair Of A 20 year old Girl Who Had Gone To Patan To Dump Garbage And Took Her To A Bush

ચપ્પુની અણીએ દુષ્કર્મ:પાટણમાં કચરો નાખવા ગયેલી 20 વર્ષીય યુવતીને ગામના જ નરાધમે માથાનાં વાળ પકડી ઝાડીમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યુ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સરસ્વતી પોલીસ મથકે યુવતીએ આરોપી વિરુધ દુષ્કર્મ અને એમેડમેન્ટ એકટની ફરિયાદ નોંધાવી

પાટણમાં 20 વર્ષીય યુવતીને દસ દિવસ અગાઉ કચરો નાખવા તળાવે ગઇ હતી તે વખતે ગામના જ યુવાને ચપ્પુ બતાવી દુષ્કર્મ આચર્યુ હતુ. અને બીજા દિવસે પાટણ શહેરમાં રેલ્વે સ્ટેશન નજીક બાવળની ઝાડીમાં દુષ્કર્મ આચર્યુ હતુ. આ અંગે યુવતીએ સરસ્વતી પોલીસ મથકે આરોપી વિરુધ દુષ્કર્મ અને એમેડમેન્ટ એકટની ફરિયાદ નોંધાવી હતી.

ચપ્પુ બતાવી ગામની નદીમાં લઇ જઇ દુષ્કાર્મ આચર્યું
મળતી માહિતી મુજબ પાટણના ગામે રહેતી 20 વર્ષીય યુવતી તેના ઘરની સફાઇનો કચરો નાખવા તા.30જુન 2022ના રોજ તેના ગામમા તળાવ નજીક ગઇ હતી. તે વખતે ગામનો શખ્સ ઠાકોર મનુ બદાજી પાછળથી આવી માથાનાં વાળ પકડી ચપ્પુ બતાવી બાવળની ઝાડીમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતુ.

પરિવારને સાથે રાખી ફરિયાદ નોંધાવી
બીજા દિવસે પાટણ શહેરમાં રેલ્વે સ્ટેશન આજુ બાજુની બાવળની ઝાડીઓમાં બળજબરી દુષ્કર્મ આચર્યુ. અને જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી હોવાથી ગભરાઇ ગયેલ યુવતી કઇ બોલી ન હતી. દસ દિવસ બાદ પરીવાર સભ્યોને હકિકત જણાવી અને પરીવારને સાથે રાખીને યુવતીએ સરસ્વતી પોલીસ મથકે શખ્સ ઠાકોર મનુ બદાજી સામે દુષ્કર્મ અને એમેડમેન્ટ એકટની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...