પાટણ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં તુટેલા ભૂગર્ભ ગટરના ઢાકણાઓ બદલીને સમયમર્યાદામા નવીન ઢાકણાઓ ફીટ નહીં કરાતા અવાર-નવાર આવી ખુલ્લી ભૂગર્ભ ગટરમાં રાત્રીના સમયે અબોલ જીવો સહિત માર્ગ પરથી પસાર થતાં રાહદારીઓ અને વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનતા હોય છે ત્યારે શુક્રવારે મોડી રાત્રે શહેરના વોર્ડ નંબર 5 માં આવેલી સત્યમ નગર સોસાયટી આગળ માતરવાડી રોડ ઉપર ભૂગર્ભ ગટરનું ઢાંકણું તૂટી ગયેલું હોવાથી ખુલ્લી ગટરમાં એક નંદી પટકાયો હતો. આ બાબતની જીવદયા પ્રેમીઓને જાણ થતાં તેઓએ ધટના સ્થળે દોડી આવીને ક્રેનની મદદથી મહા મુસીબતે નંદીને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો.
પાટણ નગરપાલિકા તંત્રની બેદરકારીના કારણે બનતા આવા બનાવોને લઈ ઉપસ્થિત લોકોમાં પાલીકા પ્રત્યે રોષની લાગણી જોવા મળી હતી. આવા અકસ્માતમાં કોઈની જિંદગી હોમાઇ તે પહેલા પાલીકા દ્વારા આવા તુટેલા ભૂગર્ભ ગટરના ઢાકણાઓ સત્વરે બદલી ખુલ્લી ભૂગર્ભ ગટરોને સુરક્ષિત બનાવવામાં આવે તેવી લોક માગ પ્રબળ બની છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.