તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:રોજગાર કચેરી દ્વારા નામ નોંધણી, વ્યવસાય માર્ગદર્શન કેમ્પ યોજાશે

પાટણ23 દિવસ પહેલા
 • કૉપી લિંક

પાટણ જિલ્લા રોજગાર અને વિનિમય કચેરી દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે જિલ્લાના વિવિધ તાલુકા મથકોએ નામ નોંધણી, રિન્યુઅલ અને વ્યવસાય માર્ગદર્શન કેમ્પનું આયોજન કર્યું છે. આ કેમ્પમાં નામ નોંધણી માટે આવનાર ઉમેદવારોએ એલ.સી. તથા જો અનામત જાતિમાં આવતા હોય તો સક્ષમ અધિકારીનો જાતિનો દાખલો, શૈક્ષણિક લાયકાતના તમામ અસલ પ્રમાણપત્રો અને પ્રમાણિત કરેલ તમામ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલ, ઈમેઈલ આઈડી. તથા પાસપોર્ટ સાઈઝના બે ફોટોગ્રાફ સાથે લાવવા જિલ્લા રોજગાર અધિકારીની અખબારી યાદીમાં જણાવ્યું છે. રોજગાર કચેરી દ્વારા આયોજીત કેમ્પની તારીખના દિવસે જો જાહેર રજા હોય તો તે પછીના સરકારી કામકાજના ચાલુ દિવસે કેમ્પ યોજાશે.

આ તારીખે કેમ્પ યોજાશે
06 ફેબ્રુઆરી-હારિજ તાલુકા પંચાયત
09 ફેબ્રુઆરી-સમી ગ્રામ પંચાયત
12 ફેબ્રુઆરી-સિદ્ધપુરતાલુકા પંચાયત
14 ફેબ્રુઆરી-ચાણસ્મા તાલુકા પંચાયત
17 ફેબ્રુઆરી-સાંતલપુર ગ્રામ પંચાયત
22 ફેબ્રુઆરી-રાધનપુર તાલુકા પંચાયત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો