ફરિયાદ:સંખારીમાં પોલીસને ધક્કો મારી ટોળાએ આરોપીને ભગાડી મૂક્યા

પાટણ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે છેતરપિંડી કેસના આરોપીઓને ઝડપવા આવી હતી
  • ચાર નામજોગ અને 10ના ટોળા સામે પોલીસ ફરિયાદ

પાટણ તાલુકાના સંખારી ગામે છેતરપિંડી કેસના આરોપીની ધરપકડ કરવા ગયેલી પાટણ તાલુકા પોલીસ સાથે લોકોએ ધક્કામુકી કરીને બે આરોપીઓને ભગાડી મુકી પરીવારે હાથ પગ તોડી નાંખવાની ધમકી આપી હોવાની પાટણ તાલુકા પોલીસ મથકે 14 સામે ગુનો નોંધાયો છે.

સંખારી ગામે રહેતા અશોકભાઇ અમૃતભાઇ અને દેસાઇ ચેતનબેન અશોકભાઇ સામે જમીનના ખોટા દસ્તાવેજ બનાવીને છેતરપિંડી કરી હોવાની પાટણ તાલુકા પોલીસ મથકે ફરિયાદ હતી, જેમની ધરપકડ કરવા પીઅાઇ, પીએસઆઇ તેમજ પોલીસ કોન્સટેબલ સહિત પોલીસ સ્ટાફના માણસો સાથે બુધવારે સાંજે ગયા હતા. તે વખતે પોલીસ અધિકારીએ જણાવ્યુ કે અશોકભાઇની છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરવાની છે અને રબારી ચેતનાબેન અશોકભાઇને રાત્રીનો સમય હોઈ આવતીકાલે અટકાયત કરવાની છે તેમ સમજ કરી ત્યારે સ્થળ ઉપર હાજર માતાને પણ તે બાબતની સમજ અપાઈ હતી.

જ્યાં અશોકભાઇના પિતા અમૃતભાઇ લીલાભાઇ દેસાઇ અને શકકરભાઇ હલુભાઇ દેસાઇ તથા ગામના આશરે દસેક માણસોના ટોળાએ આવી પોલીસની પાસે આવી ધક્કામુક્કી કરી હતી. અને આરોપીઓને ભગાડી મુક્યા હતા. તે વખતે અમૃતભાઇ ઉંચા અવાજે કહેલ કે હવે પછી અમાર ઘરે દિકરા કે દિકરાની વહુની ધરપકડ કરવા આવ્યા છો તો તમારા હાથ પગ તોડી નાખીશુ તેવી ધમકી આપી હોવાની હેડ કોન્સ્ટેબલ લીલાભાઇ હીરાભાઇએ પાટણ તાલુકા પોલીસ મથકે દેસાઇ અશોકભાઇ અમૃતભાઇ, દેસાઇ ચેતનાબેન અશોકભાઇ, દેસાઇ અમૃતભાઇ લીલાભાઇ અને દેસાઇ શકકરભાઇ હલુભાઇ સહિત અન્ય દસ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.