જૈનતિર્થ શંખેશ્વર ખાતે આવેલા પાર્શ્વપદ્માવતી શક્તિપીઠના પ્રાંગણમાં વર્ષીતપના પારણાં મહોત્સવ યોજાયો હતો. જૈનતિર્થ શંખેશ્વર ખાતે આવેલા પાર્શ્વપદ્માવતી શક્તિપીઠના પ્રાંગણમાં સંત આચાર્ય દેવ શ્રી મદ વિજય લેખેન્દ્રસૂરીશ્વર મહારાજાના શિષ્યરત્ન મુનિરાજ શ્રી મૃગેન્દ્રવિજયજી મ.સા.ના ચતુર્થ વર્ષીતપના પારણાં મહોત્સવ સાધ્વીજી શ્રી તરુણપ્રભાશ્રીજી મ.સા.સાધ્વીજી શ્રી અનંતગુણાશ્રીજી મ.સા.આદિ સાધુ, સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં તેમજ ગુરુભક્તોની ઉપસ્થિતમાં યોજાયો હતો.
પારણાં પ્રસંગે સંત આચાર્યદેવ લેખેન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ વ્યાખ્યાનમાં વર્ષીતપ અને તપ પદ ધર્મનો મહિમા બતાવી જણાવ્યું કે, સમગ્ર જૈન સમાજમાં 13 મહિનાની તપશ્યા કરી હોય(13 મહિના 1 દિવસ ઉપવાસ 1 દિવસ બેસણું)તેને વર્ષીતપ કહેવાય છે અને તેનું પારણું અક્ષય તૃતીયાના પાવન પર્વે કરવામાં આવે છે. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર આદિનાથ ભગવાને 13 મહિના સુધી આહાર ગ્રહણ કર્યું નહોતું અને વિચરણ કરતા હતા. ત્યારે મહારાજા શ્રેયાન્સકુમારને જાણ થતાં અક્ષય તૃતીયાના દિવસે ઇક્ષુરસ(શેરડી રસ) થી પારણું કરાવ્યું હતું. ત્યારથી આ તપની પરંપરા ચાલી આવે છે.
જૈન પરંપરામાં નવકાર મંત્ર છે તેમજ નવ પદ છે જેનું અંતિમ પદ તપ પદ છે. જે શ્રેઠ પદ આત્માની શુદ્ધિ, નિર્જરા કરી આત્માને મોક્ષત્વ પ્રાપ્ત કરાવે છે માટે તપ ધર્મનું બહુજ મહત્વ બતાવ્યું છે. જૈનધર્મની તપસ્યા કરવી બહુજ કઠીન છે. તપ ધર્મની સાધનાની પરંપરા અનાદિકાળથી ચાલી આવે છે.
આ પ્રસંગે સંત લેખેન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ મુનિરાજ શ્રી મૃગેન્દ્રવિજયજી મ.સા.ને શેરડીના રસથી પારણું કરાવ્યું હતું. સાથે સાથે સાધ્વીજી શ્રી ભક્તિરસાશ્રીજી મ.સા.નું પણ સાતમા વર્ષીતપ નું પારણું કરાવવામાં આવ્યું હતું અને આશીર્વાદ આપ્યા હતા. શંખેશ્વરમાં જૈન મુનિરાજ શ્રી મૃગેન્દ્રવિજયજી મ.સા.એ ચતુર્થ વર્ષીતપનું આજે શેરડીના રસથી પારણું કર્યું હતું. જેમનો શંખેશ્વરના પાર્શ્વપદ્માવતી શક્તિપીઠ ખાતે પારણાં પ્રસંગ યોજાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.