રોજગારી:પાટણમાં નવેસરથી સફાઈ કર્મીઓની ભરતી કરવા નગરપાલિકાનો નિર્ણય

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ નગરપાલિકાની સામાન્ય સભા સોમવારે અડધા કલાકમાં શાંતિપૂર્ણ માહોલમાં આટોપાઈ ગઈ હતી. જેમાં એજન્ડાના 37 અને વધારાના 3 કામો મંજુર કરવામાં આવ્યા હતા. આ પૈકી 9 કામોમાં વિપક્ષ અને અપક્ષના વાધા રજૂ કરાયા હતા. હાઇવે વિસ્તારમાં સફાઈ માટે સફાઈ કામદારો છ માસ માટે કરાર આધારીત ફિક્સ પગારથી રાખવા માટે નવેસરથી ભરતી કરવા નિર્ણય કરાયો હતો.

પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી સામાન્ય સભામાં ફેરીયા કમિટી એટલે કે ટાઉન વેન્ડિગ કમિટીમા પ્રમુખ ઉપરાંત નીતાબેન પટેલ, મહેશભાઈ પટેલ ,રમેશભાઈ પટેલની સભ્ય તરીકે નિયુક્તિ કરાઈ હતી. નાણાપંચની ગ્રાન્ટમાં સોસાયટી વિસ્તારના કામો રદ થતાં તેને બદલે હવે નવેસરથી કામો નક્કી કરવામાં આવશે. પાલિકાના હાલના સેનિટેશન વોર્ડમાં સુધારા વધારા અને ફેરફાર સાથે નવીન વોર્ડ બનાવવા માટે નિર્ણય લેવાયો હતો. સભામાં વિવિધ મુદ્દામાં સભ્યો દ્વારા હળવા માહોલમાં ચર્ચા કરવામાં આવી હતી.

ઉપપ્રમુખ ,પક્ષના નેતા, ચીફ ઓફિસર ,સભ્યો નરેશ દવે, ભરત ભાટીયા, જયેશ પટેલ, મનોજ પટેલ, મુકેશ પટેલ, વિપક્ષ મહિલા નેતા તેમજ અન્યોએ પૂરક પ્રશ્નો ઉઠાવ્યા હતા. વિપક્ષના ભરત ભાટીયાએ જણાવ્યું હતું કે સામાન્ય સભામાં સત્તાધારી પક્ષના સભ્યોએ વિપક્ષની ભૂમિકા ભજવી હતી અને પ્રમુખની બહાલી વાળા કામો પણ ના મંજુર કરતાં આ ખાસ બોર્ડ બોલાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...