નોટિસ:પાટણમાં રોડનું કામ નબળું એજન્સીને પાલિકાની નોટિસ

પાટણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરમાં કરવામાં આવેલા મેટલ અને ડામરથી પેવર કરવાના કામો અંગે ફરિયાદો ઉઠતા નગરપાલિકા દ્વારા તપાસ કરાવતા કામગીરી નબળી જણાતાં અમદાવાદની કન્સલ્ટન્ટ એજન્સીને નોટિસ પાઠવીને સાત દિવસમાં ખુલાસો પુછવામાં આવ્યો છે. ખૂલાસો થયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.નગરપાલિકાની નોટિસના પગલે કન્સલ્ટન્ટ દ્વારા ઇજારદાર એજન્સીને નોટિસ આપી હતી.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યુડીપી 78 હેઠળ વર્ષ 213-14 અને વર્ષ 2014- 15 તેમજ 14માં નાણાપંચની ગ્રાન્ટમાંથી શહેરના 11 વિસ્તારોમાં મેટલ ડામર થી પેવર કરવાની કામગીરી વિકાસ કન્સ્ટ્રક્શન કંપનીને આપવામાં આવી હતી જેમાં ત્રણ રસ્તાઓની કામગીરી અંગે ખૂબ જ ફરિયાદો ઉઠી હતી.પાલિકા દ્વારા તપાસ કરવામાં આવતા ડામર ઉખડી ગયો હતો અને રોડ ઉપર જાળીઓ પડી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...