• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Municipal Finance Board Allocates Grant For Road Patchwork And Asks For Size And Size Of Pit: So The Municipality Said, Don't Measure The Pit With Us

કામગીરીની સમીક્ષા:મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડે રસ્તાના પેચવર્ક માટે ગ્રાન્ટ ફાળવી ખાડાની સાઇઝ અને માપ માગ્યા : તો પાલિકાએ કહ્યું, અમારી પાસે ખાડા ન મપાવો

પાટણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં અલગ અલગ સ્થળોએ રોડ પર અસંખ્ય ખાડાઓ પડેલા છે. - Divya Bhaskar
શહેરમાં અલગ અલગ સ્થળોએ રોડ પર અસંખ્ય ખાડાઓ પડેલા છે.
  • ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા પાટણ નગરપાલિકાની મુલાકાત દરમિયાન વિકાસ કામગીરીની સમીક્ષા કરી હતી

ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા નગરપાલિકાને પેચ વર્ક કરવા માટેની ગ્રાન્ટ આપવામાં આવેલી છે. તેમાં વડી કચેરી દ્વારા ખાડાનું માપ મંગાવવામાં આવતા પાલિકા તંત્ર મૂંઝવણમાં મુકાયું છે. એટલું જ નહીં આ બિન જરૂરી કવેરી કાઢવામાં આવી છે. તેવી રજૂઆત પાટણ આવેલા બોર્ડના અધિકારી સમક્ષ પાલિકાના સત્તાધીશો દ્વારા કરવામાં આવી હતી.

પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર કચેરી ગાંધીનગર દ્વારા તાજેતરમાં પાટણ નગરપાલિકાને રોડ રસ્તાના પેચ વર્ક કરવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. પરંતુ તેમાં તાજેતરમાં એક પરિપત્ર કરવામાં આવ્યો હતો. જેમાં ખાડાની ઊંડાઈ, લંબાઈ, પહોળાઈ વગેરે માપ રજૂ કરવા જણાવાયું છે. તેમજ તેની ફોટોગ્રાફી કરીને વડી કચેરીને મોકલી આપવા સૂચિત કરવામાં આવ્યું છે જેને લઇ પાલિકા તંત્ર મૂંઝવણમાં મુકાયું છે. શહેરમાં કેટલા ખાડા ગણી શકાય અને તેની ફોટોગ્રાફી કરી શકાય તેને લઈને દ્વિધા સર્જાઈ છે.

દરમિયાન મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના કાર્યકારી અધિકારી બી.સી.પટણી એ નગરપાલિકા ચાલતા કામોની સમીક્ષા માટે મુલાકાત લીધી હતી. જેમાં ચર્ચા દરમિયાન પાલિકા સત્તાધીશો દ્વારા ખાડા સહિત અન્ય કામોમાં બિનજરૂરી ખુલાસા માગવાનું બંધ કરવા ભારપૂર્વક રજૂઆત કરી હતી. પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ ઉપ-પ્રમુખ ધર્મેશ પ્રજાપતિ, ચીફ ઓફિસર પંકજ બારોટ તેમજ અન્ય પદાધિકારીઓ પ્રાદેશિક અધિકારી સાથે ચર્ચામાં જોડાયા હતા.

કેટલાં વિસ્તારમાં કેટલાં ખાડા ગણવા?
પાલિકા ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે નગરપાલિકા સીધી લોકો સાથે જોડાયેલી સંસ્થા છે. જેમાં કામો ઝડપી થાય તે જરૂરી છે. આ માટે પ્રાદેશિક કચેરીથી જરૂરી મંજૂરી જેટલી ઝડપથી મળશે તેટલી ઝડપથી કામો હાથ કરી શકાશે. પેચ વર્કની ગ્રાન્ટના કામોમાં ખાડાના માપ મંગાવવા બિનજરૂરી જણાઈ રહ્યા છે તેવું અમે ધ્યાને લાવ્યું છે.

કામોના સમયસર આયોજન માટે સૂચના
અત્રે ઉલ્લેખનીય છે કે પાટણ નગરપાલિકાને અગાઉના વર્ષોમાં જે ગ્રાન્ટો આપવામાં આવી છે. તેના કામો તેમજ આગામી સમયમાં મળનાર રૂ. પાંચ કરોડની ગ્રાન્ટના કામો ઝડપથી પૂરા થાય તે રીતે નગરપાલિકા તરફથી કામગીરી કરવા પ્રાદેશિક અધિકારી દ્વારા સૂચિત કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...