રાજ્યના મ્યુનિસિપલ કમિશનર ધીરજ પારેખ 13 ઓગસ્ટે પાટણ પાલિકાની મુલાકાતે આવશે. તેઓ દ્વારા જિલ્લાની સિદ્ધપુર, ચાણસ્મા, હારિજ, રાધનપુર અને પાટણ પાલિકાઓના પદાધિકારીઓ અને કર્મચારીઓ સાથે અલગ અલગ બેઠક કરીને કામગીરી તેમજ આગામી કાર્યક્રમોની અમલવારી અંગે ચર્ચા વિચારણા કરશે.
મ્યુનિસિપલ કમિશનર દ્વારા અગાઉ ગાંધીનગર ખાતે બેઠક યોજી હતી. પરંતુ હવે જિલ્લા કક્ષાએ બેઠક યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તે મુજબ જિલ્લામાં પણ તેઓની મુલાકાતને લઇને નગરપાલિકા તંત્રમાં તૈયારીઓ હાથ ધરાઈ છે.
પાલિકાના હાલના અમલમાં છે તેવા અને આગામી સમયમાં નવા આવનારા પ્રોજેક્ટ અંગે ચર્ચા બેઠક કરાશે. તેઓ પહેલા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને ચીફ ઓફિસર સાથે બેઠક કરશે. આ પછી કર્મચારીઓ સાથે અલગથી બેઠક કરાશે તેવું પાલિકાના સુત્રોએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.