તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરાહનિય કાર્ય:લાકડાઓની અછત વચ્ચે પણ માત્ર એક રૂપિયામાં મોક્ષ અપાવતી પાટણની મુક્તિધામ

પાટણ3 મહિનો પહેલા
  • માત્ર એપ્રિલ માસમાં જ 200 થી વધુ મૃતદેહોની અંતિમ વિધિ કરવામાં આવી હતી
  • એક રૂપિયાના ટોકનથી આઠ મણ લાકડું ઉપલબ્ધ કરાવાયું હતું

કોરોનાની મહામારીમાં મૃતકોની સંખ્યામાં વધારો થતાં અને સ્મશાનોમાં અંતિમવિધ ભીડ સર્જાવાની પરિસ્થિતિ વચ્ચે મોટાભાગનાં સ્મશાનોમાં લાકડાની અછત ઉભી થઈ છે. આવા સંજાગોમાં પાટણની ભારતીય સંસ્કૃતિ કેન્દ્ર દ્વારા સંચાલિત હિન્દુ સ્મશાન ભૂમિમાં લાકડાની અછત વચ્ચે પણ મૃતકો માટે માત્ર એક રૂપિયાના ટોકન દરે લાકડા ઉપલબ્ધ કરાવીને મૃતકને મોક્ષ અપાવવાનું સેવા કાર્ય થઈ રહ્યું છે, જે ખૂબ જ સરાહનિય છે.

એપ્રિલ માસમાં જ અંદાજે 1600 મણ લાકડાનો વપરાશ થયો
આ સ્મશાન ભૂમિમાં તીથિદાન યોજના ચાલતી હોઈ મૃતકો માટે એક રૂપિયાના ટોકન દરે મૃતક દીઠ આઠ મણ લાકડું ઉપલબ્ધ કરાવાય છે. વર્તમાન સંજાગોમાં લાકડાની ભારે અછત વચ્ચે પણ આ સેવા ચાલુ જ રખાઈ છે. કોરોનામાં મૃત્યુદર વધતાં હિન્દુ સ્મશાન ભૂમિમાં માત્ર એપ્રિલ માસમાં જ 200 થી વધુ મૃતદેહોની અંતિમ વિધિ કરવામાં આવી હતી. જે તમામને માત્ર એક રૂપિયાના ટોકનથી આઠ મણ લાકડું ઉપલબ્ધ કરાવાયું હતું. આમ એપ્રિલ માસમાં જ અંદાજે 1600 મણ લાકડાનો વપરાશ થયો છે, જેની કિંમત રૂ.1.84 લાખ આંકવામાં આવી છે.

એક મૃતક દીઠ આઠ મણ લાકડાનો વપરાશ થાય છે
મહામારીનાં આ સમયમાં કેટલાંક દાતાઓ દ્વારા હિન્દુ સ્મશાન ભૂમિને લાકડાનું અવિરત દાન મળી રહ્યું છે. એપ્રિલ માસમાં દસેક જેટલાં દાતાઓ દ્વારા અંદાજે 1000 મણ લાકડાનું દાન મળ્યું હતું, તો પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા 300 મણ લાકડા તથા કસારવાડા યુથ ક્લબ દ્વારા 500 મણ લાકડાં ઉપ્લબ્ધ કરાવાયા હતા. હિન્દૂ સ્મશાન ભૂમિનાં કર્મચારી પ્રવીણ ભાઈ ભીલએ જણાવ્યુ હતું કે,એક મહિના માં અત્યાર સુધી 280 જેટલી અંતિમ વિધિ કરાઈ છે એક મૃતક દીઠ આઠ મણ લાકડાનો વપરાશ થાય છે. જો મૃતકની બોડી ભારે હોય તો દસ મણ લાકડું પણ વપરાય છે.

હિન્દુ સ્મશાન ભૂમિમમાં લાકડાનું દાન અવિરત આવે છે
આ અંગે સ્મશાન ભૂમિનાં ટ્રસ્ટી દર્શક ત્રિવેદીએ કહ્યું કે, હિન્દુ ધર્મ મુજબ અંતિમ ક્રિયા એ વ્યક્તિનો હક્ક છે અને તેના પર કોઈપણ પ્રકારનો ખર્ચ ન હોવો જાઈએ તેવા ઉદ્દેશ સાથે અમે આ સેવા પુરી પાડીએ છીએ. હિન્દુ સ્મશાન ભૂમિમમાં લાકડાનું દાન અવિરત આવે છે, જાકે લાકડાનાં સ્ત્રોતને બદલે દાતાઓ રોકડનિધીમાં દાન જમા કરાવે તેવી અપીલ પણ ટ્રસ્ટીઓ દ્વારા કરાઈ છે, જેથી તેની ફિક્સ ડિપોઝીટ કરાવીને તેમાંથી લાકડુ ઉપલબ્ધ કરાવી શકાય. વર્તમાન સ્થિતિમાં પણ મૃતકને પોતાનો હક્ક અપાવતી હિન્દુ સ્મશાન ભૂમિની આ સેવાને લોકો બિરદાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...