તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:વર્લ્ડ હેરિટેજ રાણકીવાવને રાત્રિના 9 વાગ્યા સુધી પ્રવાસીઓ માટે ખુલ્લી રાખવા સાંસદ દ્વારા માગ કરાઈ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 'રાણકીવાવની સુંદરતા નિખારવા રાત્રી દરમિયાન કાયમી રોશની કરવામાં આવે'

વિશ્વ પ્રસિદ્ધ પાટણ ની રાણકીવાવને નિહાળવા દેશ-વિદેશના પર્યટકો બહોળી સંખ્યામાં આવતા હોય છે.ત્યારે આ પર્યટક સ્થળ ના કારણે કેટલાક સ્થાનિક લોકોને રોજીરોટી મળી રહેતી હોય છે. ત્યારે આ વર્લ્ડ હેરિટેજ રાણકી વાવને નિહાળવાનો સમયને સવારે 6 થી રાત્રીના 9 કલાક સુધીનો કરવામાં આવે તેવી લેખિત રજૂઆત પાટણના સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા કેન્દ્ર નાં આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ ને પત્ર લખી કરવામાં આવી હોવાનુ જાણવા મળ્યુ છે.

પાટણ સાંસદ દ્વારા કરાયેલી લેખિત રજૂઆતમાં તેઓએ કેન્દ્રના આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે કે પાટણની વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ નિહાળવા માટે રોજબરોજ દેશ-વિદેશમાંથી અનેક પર્યટકો આવતા હોય છે. જેના કારણે હેરિટેજ સાઇટ આજુબાજુ ખાણીપીણી સહિતના ધંધા-રોજગાર લઈને બેઠેલા અને લોકોને રોજીરોટી મળી રહી છે.

રાણકીવાવ વર્લ્ડ હેરિટેજ સાઈટ હોવાના કારણે તેની સુંદરતા માં વધારો કરવા રાત્રી નાં સમયે તેને કાયમી રોશનીથી સુશોભિત કરવામાં આવે અને રાણકીવાવ ને નિહાળવા નો સમય અન્ય હેરિટેજ સાઈટ ની જેમ સવારે 6 થી રાત્રીના 9 કલાક સુધીનો કરવામાં આવે તે માટે કેન્દ્ર નાં આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા બરોડા આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ સૂચિત કરવામાં આવે તેવી લેખિત રજૂઆત સાંસદ દ્વારા કરાઈ હોવાનું પાટણ ખાતેના તેમના અંગત મદદનીશ ચિંતન પ્રજાપતિએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...