શિક્ષણમાં સહભાગીતા:હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી વચ્ચે એમ.ઓ.યુ. થયા

પાટણ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા અભ્યાસક્રમો ડેવલપ કરવા માટે બન્ને યુનિવર્સિટીઓ સાથે મળી કામ કરશે

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીએ સ્પોર્ટ્સ અને ફિઝિકલ એજ્યુકેશનના વિકાસ સહિતની બાબતોનો સમાવેશ કરી એમ.ઓ.યુ. સાઈન કરવામાં આવ્યા છે.

આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ સાથે તાલીમ આપવામાં આવશે

જેમાં રમતગમત ક્ષેત્રમાં વધુ સારા સંશોધનો, આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ સાથે તાલીમ ઉપરાંત નવા અભ્યાસક્રમો ડેવલપ કરવાની દિશામાં સહભાગીતા કરવામાં આવી છે. રાજ્ય અને દેશમાં શારીરિક શિક્ષણ અને રમતગમત ક્ષેત્રમાં વધુ સારા સંશોધનો, આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ સાથે તાલીમ ઉપરાંત નવા અભ્યાસક્રમો ડેવલપ કરવા માટે બન્ને યુનિવર્સિટીઓ સાથે મળી કામ કરી શકે તેવા ઉદ્દેશ સાથે એમ.ઓ.યુ. સાઈન કરવામાં આવ્યા છે. આ પ્રસંગે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.અર્જુનસિંહ રાણા, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ.જે.જે. વોરા તથા યુનિવર્સિટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...