તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોઝિટિવ પ્રયાસ:કોરોના સંકમિત દર્દીઓના મનોબળને મજબુત બનાવવા ભક્તિ સંગીત દ્વારા મોટીવેશન કરાયા

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટણની ધારપુર મેડિકલ હોસ્પિટલના કોવિડ વિભાગમાં ભક્તિ સંગીતનું આયોજન કરવામાં આવ્યુ
  • સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ દ્વારા પાટણનાં કલાકારોનાં સહિયોગથી રામધુન અને હનુમાન ચાલીસાનું ગાન કરાયું

પાટણ ધારપુર હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા કોરોના સંક્રમિત દર્દીઓના મનમાંથી કોરોનાનો હાઉ દુર કરવા અને દર્દીઓના મનોબળને પ્રાણવાયુ પુરવા તેમજ તેઓને મોટીવેશન કરવાના ભાવ સાથે પાટણના સિદ્ધહેમ સેવા ટ્રસ્ટના પ્રમુખ સ્નેહલભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા પાટણ ધારપુર મેડિકલ હોસ્પિટલના કોવિડ વિભાગમા સંગીતના માધ્યમથી હનુમાન ચાલીસા તેમજ રામધુનનું આયોજન કરવામાં આવ્યુ હતું.

દર્દીઓ દુઃખ ભુલી પ્રભુ ભક્તિમાં ઝુમી ઉઠ્યા

આ ધાર્મિક સંગીત કાર્યક્રમમાં પાટણની સુપ્રસિદ્ધ ગાયિકા ખ્યાતિ નાયક ભાવસાર, તેમજ રાકેશ સ્વામી, પરેશ પાંડે, ગૌરાંગ બારોટ સહિતના કલાકારોએ દર્દીઓને સંગીત દ્વારા ભક્તિમાં તરબોળ કર્યા હતા. તો દર્દીઓ પણ ભકિત સંગીતમાં લીન બની પોતાનું દુઃખ ભુલી પ્રભુ ભક્તિમાં ઝુમી ઉઠ્યા હતા.

બાબા સાઉન્ડનાં મોહસીનભાઈએ નિઃશુલ્ક સેવા આપી

સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ દ્વારા ધારપુર કોવિડ હોસ્પિટલમાં આયોજિત કરાયેલા આ મોટીવેશન ભક્તિ સંગીતનાં કાર્યક્રમમાં ધારપુર મેડિકલ હોસ્પિટલ તથા કોલેજના ડીન ડો. યોગેશાનંદ ગોસ્વામી, પાટણ નગરપાલિકા કોર્પોરેટર જયેશભાઈ પટેલ તેમજ કોવિડ વિભાગના ડોક્ટર્સ તથા મેડીકલના તમામ સ્ટાફે સહયોગી બની વાતાવરણને ભક્તિમય બનાવી દર્દીઓનું મનોબળ વધાર્યું હતું. આ ભક્તિ સંગીતનાં કાર્યક્રમમાં પાટણના બાબા સાઉન્ડનાં મોહસીનભાઈએ પોતાની નિઃશુલ્ક સેવા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...