તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરંપરા:બ્રાહ્મણવાડામાં આજે ઝેમ નિમિત્તે માતાઓની દોડ

પાટણએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાટણ,ચાણસ્મા, સિદ્ધપુર તાલુકા સહિત જિલ્લામાં પરંપરાગત રીતે હોલિકા દહન કરાશે

ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડા ગામે હોળી નિમિત્તે પારંપારીક રીતે ઝેમ પર્વની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે ગામમાં ચૌધરી, ઠાકોર સહિત અન્ય સમાજના 18 ઝેમ હોવાથી તેની ઉજવણી કરવામાં આવશે. જેમાં તમામ 18 મહિલાઓ એટલે કે માતાઓની પરંપરાગત રીતે દોડ યોજવામાં આવશે. જિલ્લામાં હોળીની ઉજવણી પ્રસંગે ગામેગામ અને શહેરી વિસ્તારોમાં પણ હોલિકા દહન કરવામાં આવશે. આ પ્રસંગને લઇને શનિવારે એસ.ટી.બસ સ્ટેશનમાં બજારમાં પણ ખજુર, હારડા, ધાણી, સિંગ, કપડાં, દાગીના સહિતની ખરીદી માટે લોકોની અવર જવર વધુ હતી.

બ્રાહ્મણવાડાના યુવા અગ્રણી નરેન્દ્રભાઈ નરેન્દ્ર ભાઈ ચૌધરી અને પૂર્વ સરપંચ ધીરુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે બ્રાહ્મણવાડા ગામે હુતાસણીના દિવસે જેના ઘરમાં પ્રથમ બાળક પુત્ર હોય તે ઘરે ઝેમ કરવામાં આવે છે. હોળીના દિવસે બપોરના સમયે મહિલાઓ અને પુરુષો ગામના ચોકમાં ભેગા થાય છે. અને ત્યાંથી ગામના ગોંદરે આવેલા ગોગા મહારાજના મંદિર આગળ જઈ જેના ઘરે પુત્રનો ઝેમ હોય તે પુત્રની માતાઓ ગામના ગોંદરે પૂજન કરાવ્યા બાદ એક સાથે ગામના ગોર મહારાજ દ્વારા મહિલાઓના ખોબો ભરાવી બંને હાથ બાંધી ગોગા મહારાજના મંદિરથી બ્રહ્માણી માતાજીના મંદિર સુધી દોડ લગાવવામાં આવે છે.

જે મહિલા દોડમાં આગળ આવે તેનો પુત્ર નીરોગી અને સશક્ત બૌદ્ધિક ચાતુર્ય બને તેવી લોકવાયકા રહેલી હોવાનું જણાવ્યું હતું.પાટણ શહેરમાં વૈષ્ણવ મંદિરો સહિત જાહેર માર્ગો અને મહોલ્લા પોળો સોસાયટીઓમાં હોલિકા દહન કરવામાં આવશે સિદ્ધપુરમાં કાચ વડે સૂર્ય કિરણોથી અગ્નિ પ્રગટાવી તેના દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં હોલિકા દહન કરાશે. પાટણ તાલુકાના રાજપુર ગામે હાથીયા મહોત્સવ ઉજવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો