તાલીમ:પાટણ ખાતે આયોજિત હોટી કલચર તાલીમનો 50 કરતા વધુ મહિલાઓએ લાભ લીધો

પાટણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાયબ બાગાયત નિયામકની કચેરી અને ખેડૂત તાલીમ કેન્દ્રનાં સંયુક્ત ઉપક્રમે તાલીમનું આયોજન કરાયું

નાયબ બાગાયત નિયામકની કચેરી પાટણ અને ખેડૂત તાલીમ કેન્દ્ર (આત્મા ) પાટણના સંયુક્ત ઉપક્રમે 50 મહિલાઓની અર્બન હોર્ટીક્લચર તાલીમ ગુરુવારના રોજ યોજવામાં આવી હતી. જેમાં પાટણ શહેરની પણ મહિલાઓએ ભાગ લીધેલ હતો. આ તાલીમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સમોડાના હિનાબેન પટેલ દ્વારા ફળ પાકોની વિવિધ બનાવટો જામ, જેલી, શરબતની તાલીમ આપવામાં આવી હતી. તેમજ શાકભાજીના વિવિધ અથાણાંની સમજ પણ આપી હતી.

પાટણના નાયબ બાગાયત નિયામક ગલવાડીયા દ્વારા કિચન ગાર્ડનની માહિતી આપી અર્બન હોર્ટીક્લચર તાલીમનું અમદાવાદ ખાતે લોન્ચિંગ કરવામાં આવેલ હતું. આવી તાલીમો રાજ્યના તમામ જિલ્લાઓમાં યોજવામાં આવ્યું હોવાનુ તેઓએ જણાવ્યું હતુ. તાલીમ પૂર્ણ થયા બાદ તાલીમમાં ભાગ લેનાર તમામ મહિલાઓને સર્ટીફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતા.

સાથે સાથે ખેડૂત તાલીમ કેન્દ્ર (આત્મા ) દ્વારા મધમાખી ઉછેરની પણ તાલીમ યોજવામાં આવી હતી. જેમાં તન્વીબેન પટેલ દ્વારા મધમાખીનું ઉત્પાદન કેવી રીતે કરવું અને તેની જાળવણી અંગે માર્ગદર્શન આપી મધમાખીનું લાઈવ ડેમોસ્ટ્રેશન પણ બતાવવામાં આવ્યું હતુ.

મયુરભાઈ પટેલ નાયબ ખેતી નિયામક તાલીમ દ્વારા પ્રાકૃતિક ખેતી વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહિલા તાલીમાર્થીઓ વતી હસુમતિબેન પટેલ દ્વારા જણાવેલી આવી તાલીમ ઘણી ઉપીયોગી થઇ સારું માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. અંતે બાગાયત તેમજ ખેતીવાડી વિભાગના સ્ટાફ દ્વારા આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...