તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:પ્રથમ ડોઝમાં પાટણ, ચાણસ્મા, સમી, સરસ્વતી, શંખેશ્વર અને સિદ્ધપુરમાં 50 %થી વધુ રસીકરણ

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હારિજ, રાધનપુર, સાંતલપુર તાલુકામાં 50 %થી ઓછુ રસીકરણ

પાટણ શહેર અને જિલ્લામાં કોરોના કેસ આવી રહ્યા નથી અને તમામ વ્યવસાયિક અને આર્થિક પ્રવૃત્તિઓ શરૂ થઈ રહી છે. શાળાઓ પણ શરૂ થઇ છે ત્યારે રસીકરણ હજુ પણ પડકારરૂપ બની રહ્યું છે. પ્રથમ ડોઝમાં પાટણ, ચાણસ્મા, સમી, સરસ્વતી, શંખેશ્વર અને સિદ્ધપુર તાલુકામાં 50 ટકાથી વધારે રસીકરણ થયું છે, જ્યારે હારિજ, રાધનપુર, સાંતલપુર તાલુકામાં હજુ 50 ટકા કામગીરી પણ થઇ નથી. જ્યારે બંને ડોઝના રસીકરણમાં હજુ એક પણ તાલુકામાં 50 ટકાનો આંકડો પહોંચ્યો નથી. પ્રથમ ડોઝના રસીકરણમાં કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર અને રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઈના મત વિસ્તારમાં ઓછું રસીકરણ જણાઈ રહ્યું છે.

જિલ્લામાં 11,20,001 લોકો પ્રથમ ડોઝના રસીકરણ માટે ટાર્ગેટ છે. તેની સામે 6,48,025 લોકોને પ્રથમ રસી અપાઈ છે. જ્યારે હજુ 4,71,976 લોકોને આપવાની બાકી છે. બીજા ડોઝના 6,48,025 લોકો પૈકી 2,20,563 લોકોને આવરી લેવાયા છે. જ્યારે 4,27,462ને આવરી લેવાના બાકી છે.

કયા તાલુકામા કેટલું વેક્સિનેશન થયું
પ્રથમ ડોઝમાં સૌથી વધુ 72 ટકા કામગીરી પાટણ તાલુકામાં અને 65 ટકા કામગીરી સિદ્ધપુર તાલુકામાં થઈ છે. ચાણસ્મા 59, સમી 51, સરસ્વતી 55 અને શંખેશ્વરમાં 54% વેક્સિનેશન કરાયું છે. જ્યારે બીજા ડોઝની કામગીરીમાં સૌથી વધુ 46 ટકા કામગીરી રાધનપુર તાલુકામાં થઈ છે. પાટણ તાલુકામાં 40% અને અન્ય તાલુકામાં આનાથી ઓછી કામગીરી.

પ્રથમ ડોઝની 58 %કામગીરી

તાલુકાટાર્ગેટકુલટકા
ચાણસ્મા1122516660459
હારિજ869444206648
પાટણ23080216514072
રાધનપુર1211875938249
સમી921314733551
સાતલપુર962174033542
સરસ્વતી1451988041155
શંખેશ્વર568103094654
સિદ્ધપુર17846111578665
કુલ112000164802558%
અન્ય સમાચારો પણ છે...