પાટણ જિલ્લામાં સમાવિષ્ટ 8 તાલુકાઓમાં છેલ્લા 4-4 માસથી મફતગાળા પ્લોટની આશરે 50 કરતાં વધુ પડતર અરજીઓ નિકાલ કરવા લેન્ડ કમીટી બોલાવવામાં નહીં આવતાં મકાન વિહોણા અરજદારો ઘરની છત મેળવવા આજે પણ ચાતક પક્ષીની જેમ રાહ જોઈ રહ્યાં છે.
ઘરવિહોણાં પ્લોટ ન ધરાવતાં હોય તેવા આશરે 50 કરતાં વધારે અરજદારોએ પોતાનાં સાધનીક કાગળો સાથે જે- તે તાલુકા કક્ષાએ અરજી કરેલ છે અને સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તેમજ અન્ય આવાસ યોજના નીચે આવા અરજદારોને મકાન બાંધકામના ત્રણ તબક્કામાં રૂ.1,50,000 ની સહાય ચુકવવામાં આવે છે અરજદારોની અરજીઓ જરૂરી તપાસણીને અંતે જે- તે ગ્રામ પંચાયત દ્વારા તાલુકા કક્ષાએ જરૂરી અભિપ્રાય સાથે મોકલાવેલ જ્યારે આજે એનો ઘણો સમય વીતી ગયો હોવાં છતાં પાટણ પ્રાંત કચેરી દ્વારા અરજીઓનો નિકાલ કરવાં લેન્ડ કમીટી ના બોલાવવાના કારણ પ્લોટ વિહોણા અરજદારો રોજબરોજ તાલુકા કક્ષાએ અરજીનો નિકાલ કરવાં માટે ચક્કર કાપી રહ્યા છે પરંતુ જિલ્લામાં ઉદાસીન વહીવટી તંત્રને પ્લોટની ફાળવણીમાં રસ ન હોય તેમ જાગતું નથી પરિણામે સરકારી સહાય મંજુર થઈ હોવાં છતાંય અરજદારોઓ સહાય મેળવવા સારા સમાચારની રાહ જોઈ રહ્યા છે.
મફતગાળાનાં પ્લોટ મેળવવા બેઘર અરજદારોને આજે પણ ધક્કા
ચાણસ્મા તાલુકાના મીઠીઘારીયાલ ગામનાં અરજદાર ઠાકોર દિવાનજી આત્મારામ 6 સભ્યોના પરિવાર સાથે ભાડાનાં મકાનમાં રહે છે. જેમને વર્ષ 2021-22માં પ્રધાનમંત્રી આવાસ યોજના નીચે મકાન સહાય મંજુર કરવામાં આવી હતી. માલિકીનો પ્લોટ ન હોવાથી પ્લોટ મેળવવા આજે પણ ચાણસ્મા કચેરીએ આંટાફેરા કરી રહ્યાં છે તેમ છતાં લેન્ડ કમીટી ન મળતાં તેમનો પરિવાર નિશાસા નાખી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.